Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ છે ધોનીના ગ્લબ્સ પર લખેલા બલિદાનનો મતલબ અને પૈરા સ્પેશ્યલ ફોર્સેજની સ્ટોરી

શુ છે ધોનીના ગ્લબ્સ પર લખેલા બલિદાનનો મતલબ અને પૈરા સ્પેશ્યલ ફોર્સેજની સ્ટોરી
, શુક્રવાર, 7 જૂન 2019 (18:48 IST)
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન એમએસ ધોનીના આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં દક્ષિણ આફ્રિકાના વિરુદ્ધ મેચમાં સ્પેશ્યલ પૈરા ફોર્સેજનુ નિશાન ગ્લબસ પર પહેરવાને લઈને વિવાદ થઈ ગયો છે. મેચ દરમિયાન ધોનીએ જે વિકેટકીપિંગ ગ્લબ્સ પહેર્યા હતા તેન પર પૈરા સ્પેશલ ફોર્સનુ ચિન્હ બલિદાન બનેલુ હતુ. બલિદાન ચિહ્નને લઈને આઈસીસીએ બીસીસીઆઈને કહ્યુ કે ધોનીના ગ્લ્બસ પરથી આ હટાવવામાં આવે.  બીસીસીઆઈએ પણ આ મામલે અડગ રહ્યુ છે અને તેમનુ કહેવુ છે કે તેમને આઈસીસીને પહેલા જ માહિતી આપી હતી. સાથે જ એ પણ કહ્યુ છે કે ધોની એ નિશાન નહી હટાવે. 
 
 
સુપ્રીમ કોર્ટની તરફથી ગઠિત સીઓએના અધ્યક્ષ વિનોદ રાયે  નિવેદન આપ્યુ છે કે ધોનીએ આઈસીસીનો કોઈ નિયમ નથી તોડ્યો પીટીઆઈ સાથે વાતચીત કરતા વિનોદ રાયે કહ્યુ કે ધોનીના ગ્લ્બસમાં લાગેલ  નિશાનનુ ભારતની સેના કે સુરક્ષાબલ સાથે કોઈ સંબંધ નથી. આવામાં નિયમ તૂટવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો. 
 
આઈસીસીના નિયમ મુજબ આઈસેસીના કપડા કે અન્ય વસ્તુઓ પર આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન રાજનીતિ, ધર્મ કે નસ્લભેદી જેવી વસ્તુઓનો સંદેશ ન હોવો જોઈએ. આ બધા વચ્ચે સવાલ ઉઠે છે કે ધોનીના ગ્લબ્સ પર જે નિશાન બનેલુ હતુ તે શુ છે અને તેનો મતલબ શુ છે સાથે જ પૈરા સ્પેશયલ ફોર્સેજ શુ છે. 
 
શુ છે બલિદાન બૈજનો મતલબ 
 
બલિદાન નિશાન પૈરા સ્પેશલ ફોર્સેજનુ સૌથી મોટુ સન્માન હોય છે. આ નિશાનનો ઉપયોગ દરેક વ્યક્તિ નથી કરી શકતો. આ નિશાન પૈરા કમાંડો લગાવે છે. આ પહેરવાની યોગ્યતા મેળવવા માટે કમાંડોને પૈરાશૂટ રેજીમેંટના હવાઈ જંપન નિયમો પર ખરુ ઉતરવુ પડે છે. ધોનીએ ઓગસ્ટ 2015માં આગરામાં પાંચ વાર છલાંગ લગાવીને બલિદાન બૈજને પહેરવાની યોગ્યતા મેળવી હતી. ત્યારબદ જ્યારે પણ કમાંડો પોતાની વર્દીમાં હોય છે તો કૈપ પર ચાંદીથી બનેલુ બલિદાનનુ નિશાન લાગેલુ હોય છે. 
 
યુદ્ધ નાદથી લીધો છે શબ્દ 'બલિદાન' 
 
નિશાનમાં બે પંખા વચ્ચે તલવાર હોય છે. સાથે જ નીચે પટ્ટીમા પ્લેટ પર દેવનાગરી લિપિમાં 'બલિદાન' લખેલુ હોય છે.  આ બૈજ બ્રિટિશ સ્પેશયલ ફોર્સેજના નિશાન જેવો જ છે. આ શબ્દ તેમના યુદ્ધ નાદથી લેવામાં આવ્યો છે.  પૈરા સ્પેશયલ ફોર્સેજનો યુદ્ધ નાદ છે. 'શોર્યમ દક્ષે યુદ્ધમ, બલિદાન પરમો ધર્મ:' પૈરા સ્પેશલ ફોર્સેજનો મોટો, 'Men apart, every man an emperor મતલબ ભીડથી અલગ પણ તમે બાદશાહ છો' 
 
શુ છે પૈરા સ્પેશલ ફોર્સેજનો ઈતિહાસ 
 
પૈરા સ્પેશ્યલ ફ્રોસેજનો ઈતિહાસ આઝાદીથી પહેલાનો છે. ભારતીય પેરાશૂટ યૂનિટની ગણતરી દુનિયાની સૌથી જૂની પેરાશૂટ યૂનિટમાં થાય છે. 1941માં 50મી ભારતીય પૈરાશૂટ બ્રિગ્રેડની રચના થઈ હતી. જોકે પૈરાશૂટ રેજીમેંટની રચના 1952માં કરવામાં આવી. આ રેજીમેંટને સૌથી વધુ ઓળખ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન મળી. એ સમયે બ્રિગેડ ઓફ ગાર્ડનના મેજર મેઘ સિંહના સેનાની જુદી જુદી ટુકડીઓ સ્સાથે જવાનોને પૈરાશૂટ રેજીમેટ માટે ભરતી કર્યા અને પ્રશિક્ષણ આપ્યુ. એવુ કહેવાય છે કે શરૂઆતમાં મેઘ સિંહે પોતાના સ્તર પર પૈરાશૂટ રેજીમેંટ માટે જવાનોની ભરતી કરી હતી. આ જવાનોની ટુકડીને મેઘદૂત ફોર્સ કહેવામાં આવે છે. 
 
પૈરા સ્પેશલ ફોર્સે કરી સર્જીકલ સ્ટ્રઈક 
 
લેફ્ટિનેટ જનરલ હરબક્સ સિંહના પુસ્તક લાઈન ઓફ ડ્યુટી એ સોલ્જર રિમેમ્બર્સ માં પણ મેચ સિંહના યોગદાન અને પૈરાશૂટ રેજીમેંટૅની રચના વિશે વિસ્તારથી બતાવાયુ છે. આજે પણ જુદા જુદા રેજીમેંટૅ સાથે જવાનોને પૈરા સ્પેશલ ફોર્સેજ માટે સામેલ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષમાં ભારતીય સેનાએ મ્યાંમાર અને પાકિસ્તાનમાં જે સર્જીકલ સ્ટ્રાઈકની કાર્યવાહી કરી છે તેમા પૈરા સ્પેશલ ફોર્સેજ જ સામેલ રહી છે. ગયા વષે રજુ થયેલ ફિલ્મ 'ઉરી' માં પૈરા સ્પેશલ ફોર્સેજની સર્જીકલ સ્ટ્રાઈક વિશે બતાવાયુ હતુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રોજગાર સમાચાર - 8મું પાસ માટે સ્કિલ એંડ અન સ્કિલ મેનપાવરના 1100 પદ પર થશે ભરતી, જલ્દી કરો અરજી