બર્ઘિમન - ઓપનર જૉની બેયરસ્ટો(111)ના તૂફાની શતક અને બેન સ્ટોક્સ(79) અને જેસન રૉય (66)ના આતિશી અર્ધશતકથી ઈંગ્લેડએ ભારતનો આઈસીસી વિશ્વ કપમાં વિજય રથ રવિવારે 31 રનની જીતની સાથે રોકી દીધુ. ટીમ ઈંડિયા વર્લ્ડ કપમાં પહેલીવાર ભગવા જર્સીમાં રમી અને આ કારણે રમતામાં મળી રોમાંચક હારનો પણ રાજનીતિકરણ થઈ ગયું. સોશિયલ મીડિયા પર પણ સવાલ થવા લાગ્યા કે શું ટીમ ઈંડિયાની હારનો કારણ ભગવા જર્સી છે?
પીડીપી નેતા મહબૂબા મુફ્તીનો આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું. આ ટ્વીટ પર લોકોએ તેને ટ્રોલ કર્યું. એક ટ્વીટમાં કહ્યું કે તમેન નકામી વાત કરવાનો પૂરો અધિકારે છે. તમે તેના માટે ઓળખાઓ છો. એક વાત જણાવો, બધા ફેવરેટ કપડા પહેર્યા પછી પીડીપીને જમ્મૂ કશ્મીરમાં એક પણ લોકસભા સીટ શા માટે નહી મળી?
એક ટ્વીટમાં કહ્યું કે આ નવુ ભારત છે. આજે હારીને પણ જીતી ગયા. ભગવા જર્સીના કારણે પણ પાકિસ્તાનની ફંસી પડી હતી. તેથી ઈંડિયા હાર્યું/ તમને સમજ નહી આવશે પાક પ્રેમિકા.
હકીકતમાં કોઈ જર્સી પહેરવા કે રંગ બદલવાથી કોઈ અંતર નહી પડે કારણકે મેદાન પર ખેલાડી પ્રદર્શન કરે છે ના કે તેમના કપડા. વિરાટ કોહલી જરૂર માને છે કે તેમને બ્લૂ રંગ પસંદ છે કારણ કે આ મેચમાં ઈંગ્લેડની પણ બ્લૂ જર્સી હતી. પણ ટીમ ઈંડિયાને તેમની જર્સીનો રંગ બદલવું પડ્યું. રવિવારે મેચ ટ્ક્કરનો હતુ. જેમાં ઈંગ્લેંડએ પ્રથમ બેંટીંગ કરતા 7 વિકેટ પર 337 રનનો સ્કોર ઉભો કર્યું. પણ ભારત આ લક્ષ્યને મેળવવામાં અસફળ રહ્યું. ભારતએ 5 વિકેટ ગુમાવીને 306 રન બનાવ્યા. જેમાં રોહિત શર્માએ 102, વિરાટ કોહલીએ 66, હાર્દિક પંડ્યાએ 45 અને ધોનીએ નોટઆઉટ 42 રન બનાવ્યા.