Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટીમ ઈંડિયા માટે વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજ પાર કરવા માટેનો રસ્તો છે ટ્રાઈ સીરિઝ

ટીમ ઈંડિયા માટે વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજ પાર કરવા માટેનો રસ્તો છે  ટ્રાઈ સીરિઝ
નવી દિલ્હી- , ગુરુવાર, 15 જાન્યુઆરી 2015 (16:21 IST)
આવતા મહીને 14 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રિલિયામાં શરૂ થતાં ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા આવતીકાલથી શરૂ થતી ટ્રાઈ સીરિઝમાં ટીમ ઈંડિયાની  પાસે પોતાના પ્રદર્શનને તપાસવાનો  સૌથી છેલ્લો અને સૌથી સારો અવસર રહેશે. જી હાં આવતીકાલથી શરૂ થતી ટ્રાઈ સીરીઝની મેચ તે જ મેદાનો પર રમાશે જ્યાં વર્લ્ડ કપની મોટાભાગની મેચોનું આયોજન છે.  
 
ઓસ્ટ્રેલિયાના ઘરેલુ  મેદાન પર ટ્રાઈ સીરિઝ શુક્રવારથી ઈંગલેંડ અને ઓસ્ટ્રિલિયા વચ્ચેની મેચથી શરૂ થવાની છે પણ ભારતનો પહેલો મુકાબલો રવિવારે વિશ્વની નંબર એક ટીમ ઓસ્ટ્રિલિયા સાથે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉંડમાં થશે.  
 
વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં ભારત 6 મેચ રમશે  જેમાંથી વર્લ્ડ કપમાં ભારત ગ્રુપ સ્ટેજમાં સાઉથ-અફ્રિકા સામે પોતાની બીજી  મેચ 22 ફેબ્રુઆરીએ  મેલબર્નના મેદાન પર રમશે. જે માટે તેમને  પહેલાથી ફ્રેંડલી થવાનો અવસર મળી જશે અને ટીમની તૈયારીઓની પરીક્ષા પણ થઈ જશે. 
 
મેલબર્ન સિવાય ભારત ટ્રાઈ સીરિઝમાં સિડની પર્થ અને બ્રિસ્બેનમાં ઓસ્ટ્રિલિયા અને ન્યુઝીલેંડ બન્ને સામે મુકાબલો રમશે. જેમાંથી પર્થમાં પણ ભારતને વર્લ્ડ કપ ગ્રુપની મેચ થશે. ભારત  પર્થમાં વેસ્ટ ઈંડીઝ  અને યુએઈની ટીમ સાથે  ટકરાશે. 
 
જ્યારે બાકી રહેલી બે મેચ જેની પિચો પર ભારત ટ્રાઈ સીરિઝમાં અભ્યાસ નહી કરી શકે તે છે ન્યુઝીલેંડની હેમિલ્ટન અને ઓકલેંડ . અહીં ભારતનો મુકાબલો ઝિમ્બાબવે અને આયરલેંડની ટીમ સાથે થશે.  આ બન્ને ટીમો રેંકિંગમાં ભારતથી નીચલા ક્રમની છે. જેનો સામનો કરવામાં ટીમ ઈંડિયાને કદાચ જ મુસીબત આવે. 
 
આ પ્રમાણે આ ટ્રાઈ સીરીઝ  ભારત માટે વર્લ્ડ કપની તૈયારીઓ અને આગાઉથી મેદાનની દરેક જાણકારીથી માહિતગાર  થવાનો સારો અવસર છે અને જો ટીમ ઈંડિયા ટ્રાઈ સીરીઝમાં આ બિંદુઓને ધ્યાન રાખીને ઉતરશે અને પોતાની નબળાઈઓને ટ્રાઈ સીરીઝમાં જ દૂર કરી લેશે . તો ભારતને ગ્રુપ સ્ટેઝમાં ઉપર જવામાં કોઈ મુશ્કેલી આવશે નહી. 

કમ ઓન ઈંડિયા... ઓલ ધ બેસ્ટ ટીમ ઈંડિયા.. 

Share this Story:

Follow Webdunia gujarati