Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ - પ્રતિભા પાટિલ

પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ - પ્રતિભા પાટિલ
PIB
શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટિલે દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હોવાનું ગૌરવ મેળવ્યુ છે. તેમણે 25 જુલાઈ, 2007ના દિવસે સંસદના એતિહાસિક કેન્દ્રીય કક્ષમાં મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ શ્રી કે.જી બાલાકૃષ્ણને પદ અને ગોપનીયતાની સોંગંધ અપાવી. શ્રીમતી પાટિલ દેશની 12મી રાષ્ટ્રપતિ છે, સોગંધ લેવાના સમયે પ્રધાનમંત્રી મનમોહન સિંહ,પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયી, શ્રી ઈન્દ્રકુમાર ગુજરાલ, કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી, અને પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ શ્રી ભૈરોસિંહ શેખાવત સાથે કેટલાય માનનીય લોકો હાજર હતા. શ્રીમતી પાટિલે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી ભૈરોસિંહ શેખાવતને હરાવ્યા. તેમણે 65.82 ટકા મત મળ્યા, જ્યારેકે શ્રી શેખાવત 34.18 ટકા વોટ જ મેળવી શક્યા.

રાષ્ટ્રપતિ પદ મેળવ્યા પછી તેમણે પોતાના પહેલા સંભાષણમાં શ્રીમતી પાટિલે બાળકોના અધિકારોની રક્ષા માટે જવાબદારી સ્વીકારતા દેશવાસીઓને પૂરી ક્ષમતાનો ઉપયોગ કરવા માટે આધુનિક શિક્ષા અને સ્વાસ્થ્ય સેવાઓને વ્યાપક બનાવવાની જરૂરિયાત પર જોર આપ્યો અને કુપોષણ, સામાજિક કુરીતિયો, બાળ મૃત્યુ અને કન્યા ભ્રૂણ હત્યાને જડથી નાબૂદ કરવા સહયોગની અપીલ કરી. તેમને ગુરૂ રવિન્દ્રનાથ ટૈગોરની કવિતા 'વ્હેયર ધ માઈંડ ઈઝ વિધાઉટ ફિયર' નુ ઉદાહરણ આપ્તા કહ્યુ કે 'હે ભગવાન અમારા દેશની સ્વતંત્રતાને તે સ્વર્ગમાં લઈ જાઓ, જ્યાં લોકોનુ મગજ ભયમુક્ત અને માથુ ગર્વથી ઉંચુ થાય અને લોકો ઘરેલુ ઝગડાઓમાં ન વહેંચાયેલા હોય.

શ્રીમતી પ્રતિભા પાટિલનો જન્મ 19 ડિસેમ્બર 1934માં મહારાષ્ટ્રમાં જળગાવ જિલ્લામાં થયો હતો. જળગાવના મૂલજી જેઠા કોલેજથી એમ.એ. અને મુંબઈના લો કોલેજથી કાયદાકીય શિક્ષા મેળવ્યા પછી શ્રીમતી પાટિલે જળગાવમાં જ વકાલત શરૂ કરી. આ દરમિયાન તેઓ સામાજીક કાર્યો સાથે પણ સંકળાયેલા રહ્યા. વર્ષ 1965માં તેમનું લગ્ન શ્રી દેવીસિંહ રણસિંહ શેખાવત સાથે થયુ. તેમના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે.

અનુભવી રાજનેતા શ્રી પ્રતિભા દેવીસિંહ પાટિલ વર્ષ 1962 થી 1985 સુધી પાંચ વાર મહારાષ્ટ્ર સરકારમાં રાજ્યમંત્રી અને વર્ષ 1972થી 1978 સુધી કેબિનેટ મંત્રી રહ્યા. તેમણે કેટલાય મહત્વપૂર્ણ મંત્રાલયોનો કાર્યભાર પણ સંભાળ્યો. વર્ષ 1979 થી 1980 સુધી તેઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષની નેતા પણ રહયા. શ્રીમતી પાટિલે 1882થી 1885 સુધી એકવાર ફરી મહારાષ્ટ્ર સરકારનુ કેબિનેટ મંત્રીનું પદ મેળવ્યુ. શ્રીમતી પાટિલની વર્ષ 1985માં રાજ્યસભા માટે પસંદગી કરવામાં આવી. વર્ષ 1886 થી 1988 સુધી તેઓ રાજ્યસભાની ઉપ-સભાપતિ પણ રહી. આ દરમિયાન તેઓ રાજ્યસભાના વિશેષાધિકાર સમિતિની અધ્યક્ષ અને વેપાર સલાહકાર સમિતિની સદસ્યા રહી. વર્ષ 1988 થી 1990 સુધી તેઓ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહી.

વર્ષ 1991માં શ્રીમતી પાટિલ પહેલીવાર લોકસભાને માટે પસંદગી પામ્યા. વર્ષ 2004માં તેમણે રાજસ્થાનની પ્રથમ મહિલા રાજ્યપાલ બનવાનું સન્માન મળ્યુ. શ્રીમતી પાટિલ મહારાષ્ટ્રના સહકારી આંદોલનથી સક્રિય રૂપે જોડાયેલી છે. તેમણે મહિલાઓ માટે સરકારી બેંક અને ગરીબ બાળકો માટે શાળા ખોલવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓ ખેલકૂદમાં પણ સક્રિય રહી છે અને તેમને અંતર કોલેજ ટૂર્નામેંટમાં ટેબલ ટેનિસ ચૈમ્પિયન ટ્રોફી પણ જીતી છે.

એક મહિલાના રૂપમાં શ્રીમતી પાટિલ દ્વારા રાષ્ટ્રપતિ પદ ગ્રહણ કરવા બદલ સમગ્ર દેશને ગર્વ છે.

Share this Story:

Follow Webdunia gujarati