Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 11 March 2025
webdunia

હુ છુ જીંદગીનુ સ્મિત - નારી

હુ  છુ જીંદગીનુ સ્મિત - નારી
ઘરમાં મારો જન્મ થતા
ભલે કોઈને ખુશી ન થઈ
પણ મારુ એક સ્મિત જોઈને
પપ્પાની આંખો હસી રહી

ઘરમાં મારા માટે ભલે કદી
ન કોઈ ઢીંગલી ન આવી
પણ મને મળેલી ભેટને લેવા
ભાઈની આંખોમાં ચમક આવી

દિવસભરના કામથી કંટાળીને
મમ્મીએ જ્યારે હૈયા વરાળ નાખી
ત્યારે મારા બે હાથની મદદ પામી
મમ્મીના ચહેરા પર હાશ આવી.

જવાન થઈને જ્યારે હું
વિદાય થઈને સાસરીએ વળી
આંખોમાં સૌના આંસુ જોઈને
મને મારી ઓળખ મળી.

Share this Story:

Follow Webdunia gujarati