Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટ્રેનિંગ આપો પતિને ! - ભારતીય નારી

ટ્રેનિંગ આપો પતિને ! - ભારતીય નારી

કલ્યાણી દેશમુખ

જો તમે તમારા પતિની ચીડવવાની ટેવથી કંટાળી ગયા હોય તો ચીડવાનુ, બૂમો પાડવાનુ, ઝગડવાનુ, મહેણા મારવાનુ, મોઢુ ચઢાવવાનુ, વગેરે બંધ કરો. આનાથી તમને કંઈ નહી મળે. આના કરતાં સારુ તો એ રહેશે કે તમે પતિદેવને અદબથી વ્યવ્હાર કરવાની ટ્રેનિંગ આપો. હા, જાણુ છુ કે 'ટ્રેનિંગ' શબ્દ 'પતિદેવ'ના સંદર્ભમાં થોડો વિચિત્ર લાગે છે, કારણકે જરા વિચારો કે જ્યારે એક કુશળ ટ્રેનર બુધ્ધિમત્તા અને લગનથી ઘરેલુથી લઈને પશુઓ સુધી પોતાના મરજી મુજબનો વ્યવ્હાર કરવા માટે પ્રશિક્ષિત કરી શકે છે તો પતિને ટ્રેનિંગ આપવી એ કંઈ મોટી વાત છે ?


આ વાત અમે નથી કહી રહ્યા આ તો એક અમેરિકાની લેખિકા એમી સદરલેંડનુ કહેવુ છે. એમીએ પોતાના એક પુસ્તકના વિષય રૂપે કેલિફોર્નિયા(અમેરિકા)ના મૂરપાર્ક કોલેજને પસંદ કરી, જ્યાં ભાવિ પશુ પ્રશિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ટ્રેનિંગ દરમિયાન એમીને લાગ્યુ કે આ ટેકનીક તેમના પતિ પર પણ આજમાવી શકાય છે. તેમણે પોતાના પતિ સ્કોટ પર આ તકનીકો અજમાવી અને પોતાના અનુભવોને 'ન્યૂયોર્ક ટાઈમ્સ'માં એક સ્તંભના રૂપે લખતી ગઈ.

અ સ્તંભ ખૂબ જ લોકપ્રિય થયો અને હવે એક પુસ્તકના રૂપમાં પ્રકાશિત થઈ રહ્યો છે. આની પર ફિલ્મ બનાવવાનો પણ પ્રસ્તાવ છે.

ટૂંકમાં એમીનુ કહેવુ એવુ છે કે આપણે પતિની ભૂલોને મહત્વ આપવાને બદલે તેમને સારો વ્યવ્હાર કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ, અથવા તો પછી એવી પરિસ્થિતિ ઉભી કરવી જોઈએ કે પતિ તમને હેરાન કરે જ નહી. જો તમે જમવાનુ બનાવવામાં વ્યસ્ત હોવ અને પતિદેવ તેમની ખોવાઈ ગયેલી ચાવીને લઈને પોતે તો હેરાન થઈ રહ્યા છે અને સાથે સાથે તમને પણ સતાવી રહ્યા છે, ત્યારે તમે ગુસ્સો કરવાને બદલે તેમના પ્રિય ચિપ્સ અને ટામેટાના સોસને એક પ્લેટમાં મૂકી દો. પતિ મહાશય ચિપ્સ ખાવામાં વ્યસ્ત રહેશે અને તમે આરામથી તમારુ કામ પરવારી લેજો.

આવી જ રીતે એમીએ આગળ કહ્યુ છે કે જો પતિને કોઈપણ વસ્તુ જગ્યાએ મૂકવાની આદત ન હોય - જેમ કે કપડાં કંઈ પણ અટકાવી દેવા, ટુવાલ બેડ પર જ મુકી દેવો, દાઢીનો સામાન વપરાશ પછી જગ્યાએ ન મૂકવો વગેરે તો તમે ગુસ્સો કરવાને બદલે કોઈપણ પ્રતિક્રિયા ન કરો.
તે બધી વસ્તુઓને જોઈને પણ ન જોઈ હોય તેવો જ વ્યવ્હાર કરો. તમારી પ્રતિક્રિયાની આશામાં તેઓ વ્યાકુળ થઈ જાય છે અને ફરી તે ભૂલ કરતા નથી. જો કદી તેઓ કોઈ વસ્તુ ભૂલથી યોગ્ય જગ્યાએ મૂકે તો તેમના ખૂબ વખાણ કરો કે જાણે તેમને નોબેલ પુરસ્કાર જીતી લીધો હોય, પછી જુઓ તેઓ કેવા સુધરી જાય છે.

આ સલાહ 'ન્યૂયોર્ક ટાઈમ્સ' માં છપાવવાને કારણે કોઈ ગુપ્ત વાત તો રહી નથી તેથી સાંભળવા મળ્યુ છે કે કેટલાક પતિઓ પણ ચૂપચાપ આ નુસ્ખાઓના આધારે પોતાની પત્નીને ટ્રેનિંગ આપી રહ્યા છે જેમા એમીના પતિ સ્કોટ મુખ્ય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sun Basking -15 મિનિટ તડકામાં બેસવાના 6 ચમત્કારિક ફાયદા