Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્યોતિષ - 2015ના લગ્નના શુભ મુહુર્ત

જ્યોતિષ - 2015ના લગ્નના શુભ મુહુર્ત
, મંગળવાર, 25 નવેમ્બર 2014 (12:39 IST)
આવનારા વર્ષે કુંવારા યુવકો અને યુવતીઓ માટે લગ્નના હિસાબથી સારુ વર્ષ નથી. 2014 કરતા 2015માં લગ્નના મુહુર્ત ઓછા છે 
 
2014ના 365 દિવસોમાં 102 દિવસ વિવાહના કુલ 125 મુહુર્ત હતા. જ્યારે કે આવનારા વર્ષે 365 દિવસોમાંથી ફક્ત 99 મુહુર્ત જ નીકળ્યા છે. પંચાગમાં મળેલી માહિતી મુજબ આ વર્ષે સૌથી વધુ લગ્નના અવસર મે મહિનામાં આવશે. કારણ કે મે માં સૌથી વધુ લગ્નના 16 મુહુર્ત નીકળ્યા છે. 
 
નવેમ્બરમાં 10, ઓક્ટોબરમાં 9, એપ્રિલમાં 8, ફેબ્રુઆરી, જૂન, જુલાઈ અને ડિસેમ્બરમાં 7-7 દિવસના મુહુર્ત છે. જ્યારે કે માર્ચમાં 4 જાન્યુઆરીમાં 5 અને ઓગસ્ટમાં ફક્ત 1 દિવસનુ મુહુર્ત છે. 
 
ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લગ્ન નહી થાય 
 
જાલંધર કૈટના જ્યોતિષ અધ્યાપક બહાદુર સિંહે જણાવ્યુ કે 2015માં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો લગ્નના હિસાબથી સારો નથી. ફક્ત 1 ઓગસ્ટના રોજ જ લગ્નનુ મુહુર્ત બની રહ્યુ છે.  જ્યારે કે 5 ઓગસ્ટથી લઈને 19 ઓગસ્ટ સુધી શુક્રવાર ગ્રહનો અસ્ત થવાને કારણે લગ્નનુ મુહુર્ત નહી બને. 
 
ત્યારબાદ 19 ઓગસ્ટથી લઈને 7 સપ્ટેમ્બર સુધી ગુરૂ ગ્રહ અસ્ત રહેશે. જેની સાથે લગ્નની અવસર નહી બની શકે. 14થી લઈને 30 સપ્ટેમ્બર સુધી ગુરૂ સિંહ રાશીમાં હશે અને સિંહના નમાશમાં ચાલવાને પગલે લગ્નનુ મુહુર્ત નથી બનતુ. 28 સપ્ટેમ્બર પછી 12 ઓક્ટોબર સુધી શ્રાદ્ધને કારણે લગ્ન નહી થઈ શકે.  
 
2015માં લગ્ન માટે મુહુર્ત : - 
 
જાન્યુઆરી - 25, 29 (21,26 અને 30 જાન્યુઆરીએ 2મુહુર્ત)
 
ફેબ્રુઆરી - 8, 10, 14, 15, 16, 21 (22 ફેબ્રુઆરીએ 2 મુહુર્ત)
 
માર્ચ - 7, 8, 9,એપ્રિલ  - 19, 21, 23, 27, 28, 29, 30 (22 એપ્રિલના રોજ 2 મુહુર્ત)
 
મે - 2, 7, 8, 9, 12, 20, 24, 25, 27, 28, 31 (3, 10, 11, 19, 30 મે ના રોજ  2 મુહુર્ત)
 
જૂન  - 3, 5, 6, 7, 11, 13 (12 જૂનના રોજ 2 મુહુર્ત)
 
જુલાઈ - 20, 21, 23, 25, 30 (24, 31 જુલાઈના રોજ 2 મુહુર્ત)
 
ઓગસ્ટ  - 1 ઓગસ્ટના રોજ 2 મુહુર્ત 
 
ઓક્ટોબર  - 14,18,20, 23, 25, 29 31 (21 અને 30 ઓક્ટોબરના રોજ 2 મુહુર્ત)
 
નવેમ્બર  -  4, 5, 14, 19, 23, 24, 26, 27 (17 અને 18 નવેમ્બરના રોજ 2 મુહુર્ત)
 
ડિસેમ્બર - 4, 5, 7, 812, 13 (14 ડિસેમ્બરના રોજ  2 મુહુર્ત)
 

Share this Story:

Follow Webdunia gujarati