Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લવ ટેસ્ટ મારફતે લગ્નનું ભવિષ્ય જાણો

લવ ટેસ્ટ મારફતે લગ્નનું ભવિષ્ય જાણો
, મંગળવાર, 5 એપ્રિલ 2016 (15:20 IST)
ભારતીય સમાજમાં પંડિત છોકરા અને છોકરીના જન્માક્ષર જોઇને જણાવે છે કે લગ્નનું ભવિષ્ય શું હશે એટલે કે લગ્ન જીવન ટકશે કે નહીં, પરંતુ જો તમને તમારા જન્મ દિવસ કે તારીખ કે સ્થળ વિશે ખબર નાહોય તો એક લવ ટેસ્ટ દ્વારા તમે તમારા લગ્ન જીવનનું ભવિષ્ય જાણી શકો છો. વૈજ્ઞાનિકોએ એક નવો લવ ટેસ્ટ શોધ્યો છે. આ લવ ટેસ્ટ સંબંધોમાં સફળતા માટે નવદંપતિને સારો માર્ગદર્શન આપે છે.


સંશોધક પ્રમાણે કોઇનો ફોટો જોઇને મગજમાં એક પ્રતિક્રિયા થાય છે અને આ પ્રતિક્રિયા લગ્નનું ભવિષ્ય જાણવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. લગ્નને લઇને લોકોના મનમા નકારાત્મક વાતો ચાલે છે થોડાક વર્ષો પછી તેમના સંબંધોમાં તિરાડ પડવાની વધારે સંભાવના રહે છે. આ શોધ જર્નલ સાયન્સમાં પ્રકાશિત થઇ છે.
ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર જેમ્સ મેકનલ્ટીએ કહ્યું હતું કે આ શોધથી નવદંપતીના એક બીજા માટેના વિચારોનું સાચું અનુમાન લગાવી શકે છે. સંશોધનમાં 135 નવદંપતી સાથે વાત કરવામાં આવી છે.

સંશોધક પ્રમાણે લગ્નનું ભવિષ્ય જાણવા માટે લગ્ન કરવા ઇચ્છુક વ્યક્તિને  બીજાનો ફોટો એક સેકન્ડના ત્રીજા ભાગ માટે બતાવવામાં આવે છે ત્યારબાદ તે વ્યક્તિને જેટલું જલ્દી બને તેટલું “શાનદાર, આશ્વર્યજનક, ડરાવણો અને ભયાનક” આમાથી કોઇ એક જવાબ આપવામાં આવે છે. સંશોધકોનું કહેવું છે કે જે રીતે અને જે અવાજમાં જવાબ આવે છે તેનાથી તેની સાચી ભાવનાઓની ખબર પડે છે.

આ ટેસ્ટ સંબંધ બનવાના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત છે. આ સિદ્ધાંત અનુસાર લગ્નના બંધનમાં બંધાયેલા લોકોમાં પાર્ટનરનો ફોટો થોડોક સમય જોયા પછી જ સકારાત્મક અને નકારાત્મક વિચાર આવે છે.
સંશોધકોનું માનીએ તો કદાચ તેમના મગજમાં સકારાત્મક વાતો ભરી હશે તો નિશ્વિત તરીકે “શાનદાર” શબ્દોનો ઉપયોગ કરશે. એવી જ રીતે નકારાત્મક વાત થવા પર તેમની પ્રતિક્રિયા ડરાવણી હશે.

સંશોધનકર્તાઓને આ નવદંપતીઓનું દર 6 મહિને આગળના 4 વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. તેમને જાણ્યું કે જે લોકોના મનમાં નકારાત્મક વિચાર હતા તે લોકોનું લગ્નજીવન સમય પસાર થવા સાથે ખરાબ થતું ગયું અને ઘણા લોકોના તો તલાક પણ થઇ ગયા.

Share this Story:

Follow Webdunia gujarati