Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લગ્ન કેમ કરવુ જોઈએ ? લગ્ન કરવાના ફાયદા

લગ્ન કેમ કરવુ જોઈએ ? લગ્ન કરવાના ફાયદા
P.R
લગ્ન એ લાડુ છે જે ખાનારો પણ પછતાય છે અને ન ખાનારો પણ. તેથી સારુ છે કે આને ખાઈ જ લેવામાં આવે, કારણ કે હોઈ શકે કે તેને તમે હજમ કરી શકો. લગ્ન બે દિલોનુ મિલન છે. માણસની જીંદગીમાં લગ્ન સૌથી મહત્વપૂર્ણ સંબંધ છે, કારણ કે ત્યારબાદ માણસનું જીવન સંપૂર્ણ રીતે બદલાય જાય છે. હિન્દુ અને ઈસ્લામ ધર્મગ્રંથોમાં લગ્ન કે નિકાહને પવિત્ર, મધુર અને જટિલ સંબંધ માનવામાં આવ્યો છે. આવો જાણીએ કે એવા શુ કારણો છે જેના માટે જીવનમાં લગ્ન થવુ ખૂબ મહત્વપૂર્ણ છે.

કેમ કરવા જોઈએ લગ્ન

1. એક સાથી મળશે - આખી જીંદગી દરેક સુખ-દુખ સાથે નિભાવવા માટે એક સાથી મળી જશે. તમારો પોતાનુ એક ઘર અને પરિવાર હશે જેને તમે તમારી મરજી મુજબ ચલાવશો.

2. નવા પરિવાર સાથે મેળાપ - લગ્ન કરીને તમે સમાજ સાથે જોડતા શીખશો. લગ્ન પછી તમે ઘણા નવા સંબંધો સાથે જોડાશો, જેણે નિભાવવાની એક અલગ જ મજા હોય છે. આ દરમિયાન બે પરિવાર થઈ જશે જેમા નવા લોકો મળશે જે તમને રોજ નવી નવી વાતો બતાવશે. તમને એક જુદો જ એક્સપીરિયંસ થશે.


3. સુરક્ષિત થઈ જશો - લગ્ન કર્યા બાદ મનમાંથી અસુરક્ષાની ભાવના એકદમ દૂર થઈ જાય છે. ક્યાય જવુ હોય કે કોઈ કાર્ય કરવુ હોય તો વિચારવુ નહી પડે. તમારો પતિ દરેક સમયે તમારો બોડીગાર્ડ બનીને તમારી સાથે રહેશે.

4. જવાબદારીનો અનુભવ થશે - હવે જીંદગી પહેલા જેવી નથી રહી. મા-બાપની છત્રછાયામાંથી નીકળી જ્યારે તમે ખુદના ઘરમાં આવશો તો તમને તમારી જવાબદારીનો અનુભવ થશે. ફાલતૂ પૈસા ન ઉડાવવા અને પોતાના કામ જાતે જ કરવા જીવી વાતો સામે આવશે.

5. ફિલીંગ શેર થશે - જીંદગીમાં એક ક્ષણ એવો આવે છે જ્યારે આપણને લાગે છે કે આપણે આપણી ફિલિંગને કોઈની સાથે શેર કરો. આવા સમયે આપણે માતા-પિતા સિવાય કોઈ અન્યની ઈચ્છા રાખીએ છીએ. જો તમે લગ્ન કરશો તો તમે જીવનભર ક્યારેય એકલતા નહી અનુભવો. કારણ કે તમારો સાથ નિભાવવા માટે તમારો પાર્ટનર હાજર હશે. તમારી મુશ્કેલીઓ, દુ:ખ-સુખ તેની સાથે વહેંચી શકશો.

માતા બનવાની ખુશી - સ્ત્રીના લગ્ન કરવા ખરી રીતે ત્યારે સાર્થક સાબિત થાય છે જ્યારે તે માતા બને છે. દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે કે તેના પોતાનુ એક ઘર હોય, બાળકો જેમનો તે ખ્યાલ રાખી શકે અને ઘણો બધો પ્રેમ આપી શકે. માતા બનવુ એક સાચી ખુશી હોય છે.

7. વૃદ્ધાવસ્થામાં સહારો મળશે - વૃદ્ધાવસ્થામાં માણસને સૌથી મોટો સહારો તેનુ બાળક હોય છે. જેના પર તે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકે છે. જો લગ્ન નહી કરો તો વૃદ્ધાવસ્થામા કોઈ સહારો આપનારુ નહી હોય. આજકાલની મતલબી દુનિયામાં તમે કોઈપણ સંબંધી કે પડોશી પર વિશ્વાસ નથી કરી શકતા.

Share this Story:

Follow Webdunia gujarati