Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Voter Awareness Education - પોલિંથ બૂથમાં કંઈ ભૂલ કરશો તો તમને નહી નાખવા દે વોટ, જાણો વોટિંગના નિયમ

Voter Awareness Education - પોલિંથ બૂથમાં કંઈ ભૂલ કરશો તો તમને નહી નાખવા દે વોટ, જાણો વોટિંગના નિયમ
, મંગળવાર, 7 મે 2024 (11:49 IST)
લોકસભા ચૂંટણી 2024ના 7 મે ના રોજ ત્રીજા ચરણ માટે વોટિંગ ચાલુ છે .  ઉલ્લેખનીય છેકે પહેલા ચરણ માટે 102 લોકસભા સીટો પર 19 એપ્રિલના પહેલા ચરણ માટે વોટિંગ થઈ ચુકી છે. પણ આજે અમે તમને બતાવીશુ કે પોલિંગ બૂથ પર તમારી કંઈ ભૂલ તમને વોટને દૂર કરી શકે છે. અનેકવાર પોલિંગ બૂથ પર વોટર એવી ભૂલ કરે છે જેનાથી તેનો વોટ કાઉંટ થતો નથી. 
 
આજે ત્રીજા ફેસનુ વોટિંગ થઈ રહ્યુ છે. આજે અમે તમને બતાવીશુ કે પોલિંગ બૂથ પર કંઈ ભૂલ કરવાથી તમારો વોટ કાઉંટ થતો  નથી એટલે કે રદ્દ થઈ જાય છે. અનેકવાર પોલિંગ બૂથ પર વોટર એવી ભૂલ કરે છે જેને કારણે તેનો વોટ ગણવામાં જ આવતો નથી. 
 
પોલિંગ બૂથ 
ઉલ્લેખનીય છે કે  18 વર્ષથી વધુ ઉંમરના ભારતના દરેક નાગરિકને મત આપવાનો અધિકાર છે. ચૂંટણી સમયે, મતદાન મથક હંમેશા તમારા ગામ અથવા વિસ્તારની નજીક બનાવવામાં આવે છે. જેથી મતદારને મતદાન દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. આ સમય દરમિયાન, સુરક્ષા કર્મચારીઓ ઉપરાંત, ચૂંટણી સંબંધિત અધિકારીઓ પણ મતદાન કેન્દ્ર પર હાજર છે.
 
વોટિંગનો સમય 
ઉલ્લેખનીય છે કે  મતદાન સવારે 7 વાગ્યે શરૂ થાય છે અને સાંજે 6 વાગે સમાપ્ત થશે. જો કે ચૂંટણી આયોગે એ પણ કહ્યુ કે મતદાન સમાપ્તિનો સમય લોકસભા સીટ મુજબ જુદો હોઈ શકે છે. પણ જો કોઈ વોટર સમય થયા પછી વોટ નાખવા પહોચશે તો તેને વોટ આપવાનો અધિકાર નહી મળે. 
 
એકથી વધુ વોટ 
ઉલ્લેખનીય છે કે કોઈ વોટર જો મતદાનના સમયે એકથી વધુ ઉમેદવારોનો વોટ નાખશે તો કાઉંટ નહી થાય છે. મતદાન કેન્દ્ર પર વર્તમાન અધિકારી તેથી દરેક વોટરને વોટ નાખવા વિશે સારી રીતે ગાઈડ કરે છે. પણ તેમ છતા જો કોઈ વોટર એકથી વધુ ઉમેદવારોને વોટ આપે છે તો તેનો વોટ કાઉંટ થતો નથી. 
 
વોટર કાર્ડ વગર કરી શકે છે મતદાન 
મતદાન સમયે ઘણા નાગરિકો પાસે વોટર આઈડી કાર્ડ હોતુ નથી. આ કારણોસર મતદારો મતદાન કરવા જતા નથી. પરંતુ અમે તમને જણાવી દઈએ કે મતદાતાઓ હવે મતદાર ઓળખ કાર્ડ વિના પોતાનો મત આપી શકશે. આ માટે તેઓએ તેમનું ઓળખ પત્ર બતાવવાનું રહેશે.
 
આ ઓળખ પત્રથી કરી શકો છો વોટિંગ 
 
• આધાર કાર્ડ
• ગાડી ચલાવવાની પરવાનગી
• ભારતીય પાસપોર્ટ
• મનરેગા જોબ કાર્ડ
• ફોટો સાથે પેન્શન દસ્તાવેજ
• ફોટો સાથેનું સેવા ઓળખ કાર્ડ
• બેંક અને પોસ્ટ ઓફિસના ફોટા સાથેની પાસબુક.
• આરોગ્ય વીમા સ્માર્ટ કાર્ડ (શ્રમ મંત્રાલય)
યુનિક ડિસેબિલિટી આઇડેન્ટિફિકેશન કાર્ડ (UDID)
• સાંસદો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોના સરકારી ઓળખ કાર્ડ
• નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર હેઠળ ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા જારી કરાયેલ સ્માર્ટ કાર્ડ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Lok Sabha Election 2024: ગુજરાતમાં મતદાન માટે લોકોનો અનેરો ઉત્સાહ, કેસરી કોટીમાં પીએમ મોદી રાણીપની નિશાન સ્કૂલે વોટિંગ કરવા પહોંચ્યા