Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chhattisgarh Elections Results2018: કોંગ્રેસનો 15 વર્ષનો વનવાસ ખતમ, ભાજપાની હારનાં 5 કારણ

Chhattisgarh Elections Results2018:  કોંગ્રેસનો 15 વર્ષનો વનવાસ ખતમ, ભાજપાની હારનાં 5 કારણ
નવી દિલ્હી. , મંગળવાર, 11 ડિસેમ્બર 2018 (18:51 IST)
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પરિણામો પરથી સ્પષ્ટ છે કે ભાજપા સત્તાથી બહાર થઈ રહી છે. સતત 15 વર્ષ સુધી સત્તા પર કાબેજ થયા પછી છેવટે ભાજપાને હારનો સમાનો કરવો પડ્યો અને કોંગ્રેસનો વનવાસ ખતમ થયો. આ જીત માટે કોંગ્રેસને એક લાંબી રાહ જોવી પડી. કોંગ્રેસ માટે રસ્તો સહેલો નહોતો પણ  પાર્ટીએ પોતાના કાર્યકર્તાઓને કારણે મુશ્કેલ દેખાય રહેલ જીતને સરળ કરી દીધી.  કોંગ્રેસ માટે સહેલુ એટલા માટે પણ નહોતુ કારણ કે તેના મોટા નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીએ અલગ પાર્ટી બનાવી લીધી હતી અને એવુ લાગી રહ્યુ હતુ કે તે કોંગ્રેસને જ નુકશાન કરશે. 
 
બીજી બાજુ પોતાના ત્રણ કાર્યકાળ પૂરા કરી ચુકેલી ભાજપા માટે પણ માર્ગ સરળ નહોતો. ભાજપાની આ હારના આમ તો અનેક કારણ છે પણ કેટલાક કારણ એવા છે જેને 
 
નજરઅંદાજ કરી શકાતા નથી સતત 15 વર્ષ સુધી સત્તા પર બેસેલી ભાજપા માટે સરકાર વિરોધી વાતાવરણ પણ હતુ અને મોંઘવારી તેમજ ભ્રષ્ટાચારના મુદ્દા પર વિપક્ષી 
 
કોંગ્રેસ સતત સરકારને ઘેરી રહી અહ્તી. આ બધા ઉપરાંત જે કારણોથી ભાજપાને હારનો સામનો કરવો પડયો તેમાથી મુખ્ય પાંચ કારણ આ પ્રકારના છે. 
 
1. ટિકિટ વિતરણ અને બગાવત - ભાજપામાં ટિકિટ વિતરણથી ઉપજેલો અસંતોષ ઓછો થયો નથી અને અનેક સીટો પર તેના બાગી ઉમેદવારોએ પાર્ટીની આશાઓ પર પાણી ફેરવી દીધુ. રાયગઢથી ટિકિટ ન મળતા વિજય અગ્રવાલે વિપક્ષ ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા. જોકે પાર્ટીએ તેમને મનાવવાની ખૂબ કોશિશ્કરી પણ તે ન માન્યા. આ જ હાલત રામનુજગંજ, બસના સાજા, બિલાઈગઢ જેવી સીટોનુ પણ રહ્યુ જ્યા બીજેપીના બાગી ઉમેદવારોને કારણે પાર્ટી ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. 
 
 
2  એંટી ઈનકમબેંસી - સતત 15 વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી ભાજપા વિરુદ્ધ લહેર બની ગઈ છે. કોંગ્રેસે આ સત્તા વિરોધી લહેરનો ફાયદો ઉઠાવતા બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દા ઉઠાવ્યા અને જનતા સુધી પોતાની વાત પહોંચાડવામાં સફળ રહી.  બીજી બાજુ ભાજપા કોંગ્રેસની આગળ આ મુદ્દાને કાઉંટર કરવામાં એક બાજુથી નિષ્ફળ રહી. 
 
3  ઉમેદવારોની યોગ્ય પસંદગી નહી -  ભાજપાએ ઉમેદવારોની પસંદગીમાં ગડબડી કરી જ્યારે કે કોંગ્રેસે અગાઉની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને જે ભૂલ કરી હતી  આ ચૂંટણીમાં તે બિલકુલ પણ ન દેખાઈ. પાર્ટીએ આવા લોકોને ટિકિટ આપી જે જીતવાનો હોંસલો રાખતા હતા. આ ઉપરાંત પાર્ટીએ બૂથ લેવલના કાર્યકર્તાઓને સંગઠિત કરી પોતાના પ્રચારને મજબૂતી આપી જેનો સીધો સીધો ફાયદો મળ્યો. 
 
5. ઘોષણા પત્ર - ભાજપાનુ ઘોષણા પત્ર એવુ હતુ જે કોગ્રેસના મુકાબલે ક્યાય પણ ફીટ નહોતુ બેસતુ. ખેડૂત બહુરાજ્યમાં કોંગ્રેસે પોતાના માસ્ટરસ્ટોક કારણે થયેલ ઘોષણા કરી કે તે સત્તામાં આવ્યા પછી ખેડૂતોનુ કર્જ માફ કરશે.  તેનો સીધો સીધો ફાયદો એ થયો કે વોટિંગ પછી ખેડૂતોએ પોતાના ધાનની ઉપજ વેચવા પર રોક લગાવી દીધી. જેથી નવી સરકાર આવ્યા અને તેને યોગ્ય મૂલ્ય મળી શકે. ભાજપા ખેડૂતોને સાધવામાં નિષ્ફળ રહી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કમલમ ખાતે ભારે સન્નાટો! પરિણામો બાદ કોઈ ભાજપના નેતા કે આગેવાનો ફરકયા નહીં