Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાપાનના વાઇસ મિનિસ્ટર સાથેની બેઠકમાં મુખ્યમંત્રી પટેલે જાપાનમાં ભૂકંપ અંગે સંવેદના વ્યક્ત કરી

gujarat global summit
, મંગળવાર, 9 જાન્યુઆરી 2024 (17:15 IST)
gujarat global summit
ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024ને લઈને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દેશ-વિદેશના વડા, મોટી કંપનીઓના સીઇઓ, ડેલિગેટ્સ આવી રહ્યા છે અને પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી રહ્યા છે. ત્યારે જાપાનના ડેલિગેશન સાથેની મુલાકાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં તાજેતરમાં આવેલાં ભૂકંપે જે સ્થિતી સર્જી છે તેમાંથી જાપાન ઝડપથી બેઠું થઈ રહ્યું છે તેની આ બેઠકની વાતચીત દરમિયાન સરાહના કરી હતી. વાઇસ મિનિસ્ટર યુત હોસાકા સીને મુખ્યમંત્રીની આ સંવેદના માટે આભાર માન્યો હતો.

જાપાનના વાઇસ મિનિસ્ટરે ગુજરાતની બે દાયકાની ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની સફળતા અંગે તેમણે અનેક વૈશ્વિક મંચ પર પ્રસંશા સાંભળી હતી. આથી તેઓ પોતે જે વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવાની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં હતાં, તે આ વાઇબ્રન્ટ સમિટમાં આવવાથી ફળીભૂત થઈ છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.વાઇસ મિનિસ્ટરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સાડા ત્રણસોથી વધુ જાપાનીઝ કંપનીઝ કાર્યરત છે અને રાજ્ય સરકારનાં પ્રોએક્ટિવ અભિગમનો તેમને લાભ મળી રહ્યો છે. તેમની સાથે વાઇબ્રન્ટ સમિટનાં આ ડેલિગેશનમાં 70 જેટલી કંપનીઓ જોડાઈ છે તેની પણ તેમણે વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત સાથે સેમિકન્ડક્ટર, હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા-ગ્રીન ગ્રોથ સેક્ટરમાં પાર્ટનરશીપ માટે જાપાન આયોજનબદ્ધ રીતે આગળ વધવા માગે છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં વ્યાપક રોકાણોની તકો વિશે તેમને માહિતગાર કરતાં જણાવ્યું કે, ગુજરાતે સેમિકન્ડક્ટર પોલિસી બનાવી છે, તેમજ સાણંદમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર વિકસીત કરી રહ્યાં છીએ. મુખ્યમંત્રીએ ગ્રીન હાઈડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને પોર્ટ્સ ત્રણેય સેક્ટરમાં ગુજરાત લીડ લેવા સજ્જ છે. તેની ભૂમિકા સાથે જાપાનનાં તેમના તાજેતરનાં પ્રવાસ દરમિયાન આ ક્ષેત્રોનાં વિવિધ ઉદ્યોગો સાથેની ફળદાયી મુલાકાત બેઠકોની માહિતી આપી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવામાન વિભાગની આગાહી મોટી આગાહી, 24 કલાકમાં વરસાદ