Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાઈબ્રન્ટ ગુજરાતમાં આ વખતે શુ રહેશે ખાસ ?

વાઈબ્રન્ટ ગુજરાતમાં આ વખતે શુ રહેશે ખાસ ?
, શનિવાર, 7 જાન્યુઆરી 2017 (17:20 IST)
ગુજરાત સરકાર આ વખતે વાયબ્રેન્ટ સમિટને ગવર્નેસની તરફથી એક પગલુ આગળ લઈ જવા માંગે છે. આ માટે સમિટ દરમિયાન થનારા 6 માંથી 3 સેમિનારોના પરિણામોને સરકારી નીતિમાં સામેલ કરવામાં આવશે. આ કેવી રીતે થશે... 
 
10 થી 13 જાન્યુઆરી સુધી ચાલનારા 8માં વાયબ્રેન્ટ સમિટને ગુજરાત સરકાર સીધુ પોલિસી મેકિંગ સાથે જોડી રહી છે. આ માટે સમિટ દ્વારા 11 અને 12 જાન્યુઆરી વચ્ચે 3 એક્શન સેમિનાર કરવામાં આવશે.   મતલબ એવા સેમિનાર જેના પરિણામોને અમલમાં લાવી શકાય. દરેક સેમિનારની અવધિ હશે 3 કલાક અને વિષય છે - સ્ટાર્ટ અપ, એગ્રીકલ્ચર અને રૂરલ ઈકોનોમી અને સ્માર્ટ એંડ લિવેબલ સિટીઝ. સેક્ટર વિશેષના માહિતગારો સાથે મંથન પછી જે પરિણામો સામે આવશે તેને સરકારની નીતિયોમાં સ્થાન આપવામાં આવશે. 
 
વાઈબ્રેન્ટ સમિટમાં થનારા સેમિનારોનુ આયોજન અને સંચાલનની જવાબદારી સ્વિટઝરલેંડની કંપની ધ વેલ્યુ વેબને આપવામાં આવી છે. એટલુ જ નહી સેમિનારને પૉલિસીમાં સામેલ કરવા લાયક પરિણામો સુધી લઈ જવા અને પછી તેને પૉલિસીના રૂપ આપવા સુધીમાં કંપની સરકારની મદદ કરશે. 
 
2017ના વાઈબ્રેન્ટ સમિટમાં સરકાર એક બાજુ એમઓયૂની સંખ્યા પર જોર ન આપીને પરિણામકારક એમઓયૂ પર જ જોર આપી રહી છે. આવુ જ 7 વાઈબ્રેન્ટ સમિટ સુધી ફક્ત ચર્ચા સુધી સીમિત રહેનારા સેમિનારોને આ વખતે એક્શન સેમિનાર દ્વારા પોલીસી બનાવવાની દિશામાં એક પગલુ આગળ વધારવામાં આવી રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉ-૨૦૧૭, ૯ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન હેલીપેડ ગ્રાઉન્ડ ખાતેશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે શુભારંભ