હુ ગુજરાતના ખમીરને સલામ કરુ છુ - મુકેશ
ગાંધીનગર , ગુરુવાર, 13 જાન્યુઆરી 2011 (11:08 IST)
રિલાયંસ ઈંડસ્ટ્રીઝના સુકાની મુકેશ અંબાણીએ આજે પાંચમી વાયબ્રંટ સમિતમાં જણાવ્યુ હતુ કે હુ ગુજરાતના ખમીરને સલામ કરુ છુ અને ગુજરાતી સાહસિ તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવુ છુ. મારા પિતા સ્વ. ધીરુભાઈ અંબાણીના સ્વપ્નોને સાકાર કરવાની ગુજરાતની પ્રચંડ તાકાતમાં મને વિશ્વાસ છે. મુકેશ અંબાણીએ ગરીબીને સંપૂર્ણપણે નાબૂદ કરનારુ ગુજરાત દેશનુ પ્રથમ રાજ્ય બનશે તેવો પ્રબળ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત દેશને માર્ગ ચીંધશે તેવુ મંતવ્ય વ્યક્ત કર્યુ હતુ. અનિલ અંબાણીએ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ જણાવ્યુ હતુ કે ગુજરાત જે થોડા વર્ષો પહેલા વીજળીની અછતવાળુ રાજ્ય હતુ આજે સરપ્લસ વીજળી ધરાવતું રાજ્ય બન્યુ છે. એટલુ જ નહી વીજ ક્ષેત્રે નફો કરતુ રાજ્ય બન્યુ છે. આગામી પાંચ-સાત વર્ષોમાં ગુજરાતમાં રૂ. 50,000 કરોડના મૂડીરોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે તે ગેસ અને પાવર પ્રોજેક્ટમાં રોકાણ કરશે. ઉપરાંત પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં સિમેંટ ઉત્પાદન ક્ષેત્રમાં મૂડીરોકાણની ઈચ્છા વ્યક્ત કરી હતી.