વાયબ્રંટ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત
ઉત્તરાયણ હોવાથી વિદ્યાર્થીઓનો વિરોધ
ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તા. 13થી 15 જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઈબ્રંટ એક્ઝિબિશન ફરજિયાત મુલાકાત લેવા માટે ગુજરાત યુનિવર્સિટીએ સંલગ્ન તમામ કોલેજોને પરિપત્ર કરી દેતા ભારે વિવાદ છંછેડાયો છે.
સમગ્ર ગુજરતમાં તા. 13થી 15 જાન્યુઆરી દરમિયાન વિદ્યાર્થીઓ સહિત સૌ કોઈ મકરસંક્રાંતિના પર્વની ઉજવણીના મૂડમાં હોય ત્યારે ગુજરાત સરકાર દ્વારા વાઈબ્રંટ સમિત અંતર્ગત વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે અને આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને ફરજિયાત હાજર રાખવા રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓને આદેશ કરાયો છે. આ આદેશના પગલે ગુજ. યુનિ. એ સંલગ્ન તમામ કોલેજોને તા. 13થી 15 જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઈબ્રંટ એક્ઝિબિશનના કાર્યક્રમમા6 હાજર રાખવા પરિપત્ર કર્યો છે આ પરિપરનો ખુદ કોલેજો અને વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો છે.
મુખ્યમંત્રી મોદી સરકારની વિકાસ ગાથાને વર્ણવતા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનાર એક્ઝિબિશનના કાર્યક્રમમાં હાજરી આપવાની વાત મકરસંક્રાંતિ પર્વની ઉજવણી રંગમાં ભંગ કરવાની વાત હોવાનુ વિદ્યાર્થીઓ અને કોલેજ સત્તાવાળાઓ કહી રહ્યા છે.