Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત ભારતનુ પ્રગતિશીલ રાજ્ય - ટાટા

ગુજરાત ભારતનુ પ્રગતિશીલ રાજ્ય - ટાટા
ગાંધીનગર. , ગુરુવાર, 13 જાન્યુઆરી 2011 (11:26 IST)
N.D
ટાટા સંસના ચેરમેન એંડ મેનેજિંગ ડિરેક્ટર રતન ટાટાએ જણાવ્યુ અહ્તુ કે કેટલાક વર્ષથી ગુજરાતનો વિકાસ નકશો બદલાય ગયો છે. તેનુ શ્રેય રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. ટાટા જૂથ રાજ્યમાં અંદાજે 30 હજાર કરોડના ટર્નઓવર સાથે 50 હજાર લોકોને રોજી પૂરી પાડે છે.

ગુજરાતને તેમણે દેશનુ અગ્રીમ પ્રગતિશીલ રાજ્ય ગણાવી રૂરલ ટ્રાંસપોર્ટ, સેનિટેશન વગેરે ક્ષેત્રે મૂડીરોકાણ કરવાની તત્પરતા વ્યક્ત કરી હતી. ઝી ગ્રુપના ચેરમેન સુભાષચંદ્રએ ગુજરાતની પ્રગતિને બેનમૂન ગણાવી સેફ્ટી એંડ ડેવલોપમેંટ ઉપરાંત પ્રાયમરી સ્કૂલના બાળકો માટે સ્કીલ ડેવલોપમેંટ વગેરે ક્ષેત્રે તેમના જૂથ દ્વારા મૂડી રોકાણની તત્પરતા વ્યક્ત કરી હતી.

ગોદરેજ ગ્રૂપના ચેરમેન આદિ ગોદરેજે રાજ્યમાં તેમના જૂથ વ્યવસાયની માહિતી આપી હતી અને ગુજરાતના આર્થિક વિકાસ માટે મુખ્યમંત્રીના દિર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનને બિરદાવ્યુ હતુ.

મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદે બ્લોક બાય બ્લોક, એક પછી એક પગલા લઈને ગુજારતાને વિકાસની નવી ઉંચાઈએ લઈ જઈ રહ્યા છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમભાઈ અદાણી પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે અદાણી ગ્રૂપ આગામી વર્ષોમાં ઈંફાસ્ટ્રક્ચર અને પોર્ટ ડેવલોપમેંટ અને પાવર ક્ષેત્રે રૂ 80,000 કરોડનુ મૂડીરોકાણ કરશે. અદાણી ગ્રુપ દ્વારા મુદ્રા અને દહેજબંદરોનો પણ વધુ વિકાસ કરશે.

Share this Story:

Follow Webdunia gujarati