Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુ મુજબ દિવાળીમાં ઘરની સજાવટ કેવી રીતે કરશો ?

વાસ્તુ મુજબ દિવાળીમાં ઘરની સજાવટ કેવી રીતે કરશો ?
, બુધવાર, 15 ઑક્ટોબર 2014 (12:20 IST)
તમને જાણીને આશ્ચર્ય લાગશે કે એક જ દિવસની સજવટ તમને શ્રીમંત બનાવી શકે છે. પણ આ સત્ય છેકે જો તમે ફક્ત દિવાળીના જ દિવસે વાસ્તુ મુજબ સજાવટ કરી લો તો તમારા પર ધનલક્ષ્મી ખુશ થઈ જશે. આવો જાણીએ વાસ્તુ મુજબ ઘરની સજાવટ 
 
- દિવાળીના થોડા દિવસ પહેલા ઘરના દરવાજે ચાંદીના તાર જરૂર નખાવો. આ તમને સફળતા અપાવશે 
 
- વાસ્તુ સિદ્ધાંત મુજબ દિવાળી પર તમારા ઘરને 27 વસ્તુઓના સ્થાનનુ પરિવર્તન જરૂર કરો. આનો ઉદ્દેશ્ય તમારા જીવનમાં આવેલ અવરોધોને દૂર કરવાનો છે. કમાલની વાત એ છે કે આપણા નક્ષત્રોની ગણતરી પણ 27 જ હોય છે. જો તમે ઘરના વાસણોને ઉઠાવીને બીજા સ્થાન પર મુકો છો તો તેને પણ સ્થાન પરિવર્તન કહેવાશે. આ રીતે 27 વસ્તુઓનુ સ્થાનાંતરણ કરી તમે રોકાયેલા જીવનને પ્રગતિશીલ બનાવી શકો છો. 
 
- વાસ્તુના હિસાબથી ઘરમાં ઓછામાં ઓછા 3 દિવસ સફાઈ જરૂરી છે. એક દિવસ દિવાળી પહેલા, દિવાળીના દિવસે અને બેસતુ વર્ષ મતલબ દિવાળીના બીજા દિવસે. સફાઈ કરતી વખતે મીઠુ નાખીને ઘરમાં પોતુ લગાવવુ જોઈએ અને ઘરના દરેક ખૂણાને મીઠાના પાણીથી સાફ કરો જેથી ઘરમાં આવનારી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. 
 
- ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લાલ રંગના સિંદુરથી સ્વાસ્તિકનું ચિન્હ આગળ અને પાછળ બંને તરફ બનાવો. જેથી આવનારા અને જનારા દરેક લોકોને ગણેશ ભગવાનના આશીર્વાદ મળે.  સુખ અને સમૃદ્દ્ઝિનો પ્રવેશ થાય અને દુ:ખ અને દરિદ્રતા ઘરની બહાર જાય. 
 
- રગબેરંગી રંગોળીથી ઘર સજાવતા પહેલા જ રંગ બનાવી રાખો અને તેને સારો તાપ બતાવો. રંગોળીથી માતા લક્ષ્મીનું સ્વાગત માટે તેમના ચરણોનુ સ્વરૂપ એ રીતે બનાવો કે જેવા કે તે ઘરમાં પ્રવેશી રહ્યા હોય. 
 
- ઘરના ડાયનિંગ હોલમાં કાંચના બાઉલમાં પાણી ભરી તેમા લાલ ફુલ મુકો. ઘરમાં દીવો લગાવતી વખતે એ વાતનુ ધ્યાન રાખો કે દિવામાં થોડા કંકુ અને ચોખા નાખો. ઘરના જે રૂમમાં તિજોરી હોય એ રૂમમાં લાલ ફુલ પાથરી રાખો. તિજોરીવાળા રૂમમાં પીળા અને પિંક રંગના પડદા રાખવા જોઈએ. દિવાળીના દિવસે સવાર સાંજ ધૂપ કરો. ઘરની સજાવટમાં પીળા ફુલોનો ઉપયોગ કરો. 
webdunia
દિવાળીના દિવસે પૂજા માટે મા લક્ષ્મી કેવી રીતે સ્થાપિત કરવી જોઈએ ? આ ધ્યાન રાખવાની વાત છે. મા લક્ષ્મીનો પાટલો વિધિપૂર્વક સજાવવો જોઈએ. ચૌકી પર લક્ષ્મી અને ગણેશની મૂર્તિ આ રીતે મુકો કે તેનુ મુખ પૂર્વ કે પશ્ચિમમાં મુકો. લક્ષ્મીજી, ગણેશજીને જમણી બાજુ સ્થાપિત કરો. કળશને લક્ષ્મીજી પાસે ચોખા પર મુકો. નારિયળને લાલ વસ્ત્રમાં એ રીતે લપેટો કે નારિયળનો આગળનો ભાગ જોવા મળે અને તેને કળશ પર મુકો. આ કળશ વરુણદેવનુ પ્રતીક છે. હવે બે મોટા દિવા મુકો. એક ઘી અને બીજો તેલનો દિવો મુકો. એક દિવો પાટલાની જમણી બાજુ મુકો અને બીજો મૂર્તિયોના ચરણોમાં.  આ ઉપરાંત એક દીવો ગણેશજી પાસે મુકો. 
 
વિદ્યુત પ્રકાશના સ્થાન પર પ્રાકૃતિક રોશનીનો ઉપયોગ કરો. આ વાતાવરણને પણ સ્વચ્છ રાખશે અને ઓછા ખર્ચમાં તમારા ઘરની શોભા વધારશે. શાસ્ત્રોમાં દિવાળીના શુભ અવસર પર ઘી ના દિવા પ્રગટાવવાનું વર્ણન છે. જો તમારી આર્થિક ક્ષમતા ન હોય તો તેલના દિવા પણ લાભકારી અને શુભ હોય છે. ઘરની બહાર અને ઘરની અંદર ચાર ખૂણાવાળો દિવો જરૂર લગાવવો જોઈએ. રોશનીની આ ચાર વાત માતા લક્ષ્મી, ભગવાન ગણેશ,કુબેર દેવતા, અમે ઈન્દ્ર દેવતાનું પ્રતિક માનવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati