Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુની 8 દિશાઓ - જાણો કંઈ દિશામાં શુ કરવુ, શુ ન કરવુ જોઈએ

webdunia
મંગળવાર, 21 જુલાઈ 2015 (12:44 IST)
આજકાલ  ઘણા લોકો વાસ્તુ અને ફેંગશુઈ (ચીનનુ વાસ્તુશાસ્ત્ર)ના સિદ્ધાંતોના આધાર પર ઘર બનાવે અને સજાવવા જઈ રહ્યા છે. વાસ્તુ અને ફેંગશુઈ પુરી રીતે સકારાત્મક અને નકારાત્મક ઉર્જાના સિદ્ધાંતો પર જ કામ કરે છે. 
 
માન્યતા છે કે જો ઘરમાં સકારાત્મક વાતાવરણ અને સકારાત્મક વસ્તુઓ રહેશે તો ચોક્કસ જ આપણણે કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે અને ધન સંબંધી પરેશાનીઓથી મુક્તિ મળશે. વાસ્તુ મુજબ 8 દિશાઓ બતાવવામાં આવી છે.  આ આઠ દિશાઓનુ જુદુ જુદુ મહત્વ છે. અનેદરેક દિશા માટે જુદો નિયમ છે. વાસ્તુ મુજબ ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામા કોઈ અવિવાહિત સ્ત્રીએ ન સૂવુ જોઈએ. 
 
જો ઘરની કોઈ દિશામાં કોઈ ખોટી વસ્તુ મુકવામાં આવી છે તો તેની ખરાબ અસર ત્યા રહેનારા બધા સભ્યો પર પડે છે. જાણો ઘરની કંઈ દિશામાં કંઈ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ.. 
 
ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન ખૂણો) 
 
આ દિશા દૈવીય શક્તિઓ માટે શ્રેષ્ઠ હોય છે. આ દિશાનુ પ્રતિનિધિત્વ ખુદ દેવીય શક્તિઓ જ કરે છે. તેથી અહી મંદિર હોવુ ખૂબ શુભ હોય છે. આ સ્થાન પર કાયમ સાફ સફાઈ રહેવી જોઈએ. આ સ્થાન પર મંદિરની સાથે જ પાણી સંબંધિત ઉપકરણ પણ મુકી શકાય છે.  જો કોઈ સ્ત્રી અવિવાહિત છે તો તેને આ ખૂણામાં ન સુવુ જોઈએ. આ ખૂણામાં કોઈ કુંવારી સ્ત્રી સૂવે તો તેના લગ્નમાં મોડુ થઈ શકે છે. કે પછી સ્વાસ્થ્ય સંબંતિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઘરના આ ખૂણામાં બાથરૂમ અને ટોયલેટ ન હોવુ જોઈએ. સાથે જ અહી ભારે વસ્તુઓ ન મુકવી જોઈએ. 
webdunia

દક્ષિણ પૂર્વ દિશા - (અગ્નિ ખૂણો) 
 
આ ખૂણાનુ પ્રતિનિધિત્વ અગ્નિ કરે છે. તેથી આ દિશામાં વિશેષ ઉર્જા રહે છે. આ સ્થાન પર રસોઈઘર હોવુ સૌથી સારુ રહે છે. અહી વિદ્યુત ઉપકરણ પણ મુકી શકાય છે. અગ્નિ સ્થાન હોવાને કારણે અહી પાણી સંબંધિત વસ્તુઓ ન મુકવી જોઈએ. અગ્નિ ખૂણામાં ખાવુ પણ ન જોઈએ. મતલબ અહી ડાયનિંગ હોલ અશુભ માનવામાં આવે છે. 
 
દક્ષિણ પશ્ચિમ દિશા (નેઋત્ય ખૂણો) 
 
આ સ્થાનનુ પ્રતિનિધિત્વ પૃથ્વી તત્વ કરે છે. તેથી અહી  પ્લાંટ મુકવા ખૂબ શુભ હોય છે. છોડમાં એ શક્તિ છે કે તે દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાને ગ્રહણ કરી શકે છે. આ સ્થાન પર છોડ મુકીશુ.  તો તમારા ઘરની પવિત્રતા અને  સકારાત્મકતા કાયમ રહે છે. 
 
અહી મુખ્ય બેડરૂમ પણ શુભ ફળ આપે છે. આ ઉપરાંત અહી સ્ટોર રૂમ પણ બનાવી શકાય છે. નૈઋત્ય કોણમાં ભારે વસ્તુઓ પણ મુકી શકાય છે. અહી કાર પાર્કિંગનુ સ્થાન બનાવી શકાય છે. આ વાતોનું ધ્યાન રાખીશો તો તમારા ઘરમાં ઉર્જાનુ સંતુલન બનેલુ રહેશે.
webdunia

ઉત્તર પશ્વિમ દિશા 
 
વાયુ આ ખૂણાનું પ્રતિનિધિત્વ કરે છે. આ કારણે અહી બારી કે ઉજાળિયુ હોવુ ખૂબ શુભ રહે છે. અહી તાજી હવા માટે સ્થાન હશે તો આપણને સ્વાસ્થ્ય સંબંધી અનેક લાભ પ્રાપ્ત થાય છે. અહી તાજી હવા આવવાનુ સ્થાન હશે તો થોડાક જ દિવસોમાં પારિવારિક સંબંધોમાં મધુરાતા આવી જાય છે. 
 
ઘરમાં કોઈ પ્રકારના ક્લેશ નથી થતો અને ન તો સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ રહે છે. આ સ્થાન પર કન્યાનો રૂમ બનાવી શકાય છે. અહી મહેમાનોના રહેવાની વ્યવસ્થા પણ કરી શકાય છે. અહી બીજા ફ્લોર પર જવા માટે સીઢીયો પણ બનાવી શકાય છે. 
 
પૂર્વ દિશા 
 
આ દિશાથી તમારા ઘરમાં ખુશીઓ અને સકારાત્મક ઉર્જા આવે છે. આ કારણે અહી  મુખ્ય દરવાજો બનાવી શકાય છે. અહી બારી બાલકની બનાવી શકાય છે. અહી બાળકો માટે રૂમ પણ બનાવી શકાય છે. જો તમે આ સ્થાન પર અભ્યાસ સંબંધી કાર્ય કરો છો તો તમારુ મોઢુ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવુ જોઈએ. જો તમારા ઘરમાં અહી રસોઈ ઘર છે તો તમે રસોઈ બનાવતી વખતે તમારુ મોઢુ દક્ષિણ દિશા તરફ ન હોવુ જોઈએ. આવુ થતા સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ થઈ શકે છે અને આ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. 
webdunia

પશ્ચિમ દિશા 
 
વાસ્તુ મુજબ આ દિશાના સ્વામી વરુણ દેવ છે. આ સ્થાન પર ડાયનિંગ હોલ બનાવી શકાય છે. અહી સીઢીયો બનાવી શકાય છે. અહી કોઈ ભારે  નિર્માણ કાર્ય પણ કરાવી શકાય છે. પશ્ચિમ દિશામાં અરીસો લગાડવો શુભ હોય છે. અહી બાથરૂમ પણ બનાવી શકાય છે. ગેસ્ટ રૂમ પણ બનાવી શકાય છે. અહી સ્ટડી રૂમ પણ શુભ ફળ પ્રદાન કરે છે.  

ઉત્તર દિશા 
 
આ દિશાનુ પ્રતિનિધિત્વ ધનના દેવતા કરે છે. આ કારણે અહી રોકડ ધન અને કિમંતી વસ્તુઓ મુકી શકાય છે. અહી મુખ્ય દરવાજો પણ શ્રેષ્ઠ ફળ આપે છે. અહી બેઠકની વ્યવસ્થા પણ કરી શકાય છે. કે ઓપન એરિયા પણ રાખી શકાય છે. અહી બાથરૂમ પણ બનાવી શકાય છે. ધ્યાન રાખો આ દિશામાં બેડરૂમ ન બનાવવો જોઈએ. અહી સ્ટોર રૂમ સ્ટડી રૂમ કે ભારે મશીનરી ન મુકવી જોઈએ.
 
webdunia

દક્ષિણ દિશા 
 
આ સ્થાન મૃત્યુના દેવતાનુ સ્થાન છે. અહી ભારે સામાન મુકી શકાય છે. આ સ્થાન પર રસોઈઘર પણ બની શકે છે. અહી પાણીની ટેંક બનાવી શકો છો અને સીઢીયો પણ બનાવી શકો છો. અહી બાળકોનો રૂમ ન બનાવવો જોઈએ. સ્ટડી રૂમ, બાથરૂમ અને બારી ન હોવી જોઈએ. જો આ સ્થાન પર બેડરૂમ છે તો સૂતી વખતે આપણુ માથુ દક્ષિણ દિશા તરફ હોવુ જોઈએ. 
 
ઘરનો મધ્ય ભાગ 
 
ઘરની વચ્ચેનો ભાગ ખુલ્લો રહેવાથી ખૂબ શુભ રહે છે. આ સ્થાન પર તુલસીનો છોડ લગાવી શકાય છે. અહી પ્રકાશ માટે પૂરતી 
વ્યવસ્થા હોવી જોઈએ. આ સ્થાન પરથી જ આખા ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે.  

Share this Story:

Follow Webdunia Hindi