વાસ્તુ ટિપ્સ - આ ઉપાયને કરવાથી પરત આવે છે ઘરની ખુશીઓ

બુધવાર, 7 ઑગસ્ટ 2019 (01:03 IST)
અંનેકવાર એવુ થાય છે કે આપણને જાણ પણ નથી થતી અને ઘરની શાંતિ ભંગ થઈ જાય છે. ઘરની અંદર તનાવનુ વાતાવરણ રહે છે.  સંબંધોમાં તનાવ અને ઉદાસીનતા આવી જાય છે.  આવામાં ઘરની ખુશીઓ પરત લાવવા માટે તમને કેટલીક વાસ્તુ ટિપ્સ બતાવી રહ્યા છીએ. આવો જાણીએ કયા ઉપાય કરવા જોઈએ જેનાથી ઘરનુ વાતાવરણ ખુશખુશાલ રહે . 
 
- ઘરમાં અઠવાડિયામાં એક વાર ગૂગળનો ધુમાડો જરૂર કરો. આવુ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. 
 
- ઘરના ઉત્તર અને દક્ષિણના ખૂણામાં દોડતા સફેદ ઘોડાનુ સ્ટેચ્યુ લગાવી દો.  તેનાથી ઘરની આવકમાં વધારો થાય છે.  દોડતા ઘોડાને ઉર્જાનુ પ્રતિક માનવામાં આવે છે. 
 
- ઘરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો સાથે જ તેમા કેટલીક લવિંગ નાખો. આવુ કરવાથી ઘરમાં સકારાત્મક પ્રભાવ રહે છે. 
 
-ઘરમાંથી તૂટેલી ફૂટેલી વસ્તુઓ હટાવી દો. સાથે જ ઘરના આંગણમાં તુલસીનો છોડ લગાવો અને રોજ તેની સામે દીવો પ્રગટાવો. 
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ બુધવારે 5 રાશિના લોકોને રહેવું જોઈએ સાવધ 7 ઓગસ્ટનું રાશિફળ