આ વાસ્તુ ટિપ્સ અપનાવી (stress ) તણાવને કરો ઘરની બહાર!
આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં દરેક પોતાના કામમાં વ્યસ્ત છે. જેને કારણે માનસિક શાંતિ તો બિલકુલ જ મળતી નથી. કોઈની પણ પાસે આપના માટે સમય નથી. કોઈની પણ પાસે ખુદને માટે પણ સમય નથી. જો તમે માનસિક તણાવથી મુક્તિ મેળવવા માંગો છો .... તેથી અહી અમે તમને તણાવ દૂર કરવા માટે વાસ્તુ ટિપ્સ આપીશું. તમે કોઈ પણ કારણે તનાવ હોય તે ઓફીસના કારણ હોય કે ઘરના કારણે .આ સામાન્ય સમસ્યાઓના ઉપાય બતાવી રહ્યા છીએ તે અજમાવો અને તેની અસર જુઓ. આ વાસ્તુ ટિપ્સ છે જેને અપનાવીને તમે સ્ટ્રેસને દૂર ભગાડી શકો છો અને તમારું અને તમારા પરિવારનું જીવન સુખમય બનાવી શકો છો.
1. તમારા ઘરના મુખ્ય દ્વાર પર કોઇ પવિત્ર ચિહ્ન જેમ કે સ્વસ્તિક, ॐ , તોરણ, ગણેશ-લક્ષ્મી, હનુમાનજીની મૂર્તિ વગેરે લટકવવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશતી નથી.
2. ઘરના મુખ્ય દ્વાર પર લીંબૂ અને મરચા બાંધવાથી પણ નકારાત્મક ઊર્જાને બહાર રાખી શકાય.
3. ઘરનું મુખ્ય દ્વાર પૂર્વ દિશામાં, ઉત્તર દિશામાં કે પશ્ચિમ દિશામાં જ હોવું જોઇએ.ભૂલથી પણ ઘરનું મુખ્ય દ્વાર દક્ષિણ દિશા તરફ રાખવું નહીં. જેને અશુભ માનવામાં આવે છે.
4. ઘરના મુખ્ય દ્વાર પર ખાસ કરીને સોમવારના દિવસે રૂદ્રાક્ષની માળા લટકવવી .
5. પલંગમાં જ્યાં તમે માથાના ભાગે લાલ કલરનું કપડું રાખો.
6. ઘરમાં આછો પ્રકાશ રાખો. સંપૂર્ણ અંધકાર ક્યારેય કરવું નહીં.
7. સાંજના સમયે ક્યારેય પણ ઘરમાં ઝાડુ કરવી નહીં, અને જો કરો તો એ કચરો બહાર ફેંકવો નહીં.
8. તમારી વર્કિંગ ટેબલની પાસે હમેશા પાણી ભરેલ જગ અથવા ગ્લાસ રાખવું.
9. કાંટાવાળા ઝાડ ઘરમાં ન લગાવવા .
10. રાત્રે રસોડામાં ઝૂંઠા વાસણ ન પડી રહેવા દો. તેને સાફ કરીને મૂકવૂં.