Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ પાંચ વસ્તુ ઘરમાં મુકશો તો વધશે ધન-સંપત્તિ (See Video)

આ પાંચ વસ્તુ ઘરમાં મુકશો તો વધશે ધન-સંપત્તિ (See Video)
જો તમે ધન સંબંધી પરેશાનીઓને લઇ ચિંતામાં રહો છો અને એના કારણે તમારા ઘરમાં વાસ્તુદોષ છે તો આ દોષથી મુક્તિ માટે અને ધન-સુખ માટે વાસ્તુશાસ્ત્રમાં પાંચ એવી વસ્તુ છે જેનાથી ધન અને સુખમાં બાધક તત્વોનો પ્રભાવ દૂર થઈ દેવી લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. 
 
ઘરમાં મુકો વાંસળી 
 
વાંસળીને વાસ્તુદોષ દૂર કરવામાં ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે. આર્થિક મુશ્કેલીથી મુક્તિ માટે ચાંદીની વાંસળી ઘરમાં મુકવી જોઇએ, તમે ઇચ્છો તો સોનાની વાંસળી પણ મુકી શકાય. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યુ છે કે, સોનાની વાંસળી ઘરમાં મુકવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. જો સોના કે ચાંદીની વાંસળી રાખવી શક્ય ન હોય તો વાંસથી બનેલી વાંસળી પણ રાખી શકાય.
 
આનાથી વાસ્તુદોષ દૂર થાય છે અને ધન આગમનના સ્ત્રોત બને છે. શિક્ષા, વ્યવસાય અને નોકરીમાં મુશ્કેલી આવતા બેડરૂમના બારણાં પર બે વાંસળીઓ લગાવવી શુભ હોય છે.

આગળ ઘરમાં ગણેશજીની આવી પ્રતિમા


ઘરમાં ગણેશજીની આવી પ્રતિમા

webdunia
 
ગણેશજી એમ તો દરેક રૂપમાં મંગળકારી છે, પણ ધન અને સુખની મુશ્કેલી દૂર કરવા નૃત્ય કરતી ગણેશજીની મૂર્તિ ઘરમાં રાખવી શુભ ગણાય છે. ગણેશજીની આ પ્રતિમાને એ રીતે રાખવી જોઈએ કે ઘરના મુખ્યદ્વાર પર ગણેશજીની નજર રહે. પ્રતિમા ન હોય તો તસ્વીર પણ લગાવી શકાય.
 
આ વસ્તુઓ પૂજા ઘરમાં ઉત્તર તરફ મુકો 
 
દેવી લક્ષ્મીની તસ્વીર કે મૂર્તિ તમારા ઘરમાં જરૂર હશે પણ ધન વધાવવા માટે લક્ષ્મીની સાથે ઘરમાં કુબેરની મૂર્તિ કે ફોટા જરૂર હોવા જોઇએ. કારણ કે લક્ષ્મી ધનનું સુખ આપે છે પણ આવક વગર ધનનું સુખ સંભવ નથી. આવક કુબેર મહારાજ આપે છે. આથી બન્ને એક્બીજાના પૂરક ગણાય છે. કુબેર મહારાજ ઉત્તર દિશાના સ્વામી છે આથી તેમને સદા ઉત્તર દિશામાં જ રાખવા જોઈએ.
 
ઘરમાં મુકો આ શંખ લક્ષ્મીની કૃપા બની રહેશે.
 
વાસ્તુ અનુસાર શંખમાં વાસ્તુ દોષ દૂર કરવાની અદ્દભુત શક્તિ હોય છે. જયાં નિયમિત શંખનો નાદ થાય છે ત્યાં ચારે બાજુનો પવન પણ સકારાત્મક થઇ જાય છે. શાસ્ત્રોમાં કહ્યુ છે કે જેમના ઘરમાં દેવી લક્ષ્મીના હાથમા શોભિત દક્ષિણાવર્તી શંખ હોય છે ત્યાં લક્ષ્મી નિવાસ કરે છે આવા ઘરમાં ધન સંબંધી મુશ્કેલી કયારેક આવતી નથી.
 
આ શંખને લાલ કપડામાં લપેટી પૂજાના સ્થાને મુકીને તેની નિયમિત પૂજા કરવી જોઇએ.
 
ધન વૃધ્ધિ કરે છે શ્રીફળ
 
નારિયળને શ્રીફળ કહેવામાં આવે છે. શ્રી નો અર્થ થાય છે લક્ષ્મી. તેથી શ્રીફળને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આમાં એકાક્ષી શ્રીફળ ખૂબજ શુભ હોય છે. જે ઘરમાં આ નારિયળની નિયમિત પૂજા થાય છે ત્યાં નકારાત્મક શક્તિ રહેતી નથી. ઘરમાં ઉન્નતિ થાય છે. લોકો ખુશ રહે છે. 








Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Tantra Mantra - બુધવારે કરવામાં આવેલ આ કામ તમને બનાવશે કુબેર સમાન ધનવાન