Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vastu Tips: જો તમારા હાથમાં નથી ટકતા પૈસા તો આજે જ અપનાવી લો આ વાસ્તુ ટિપ્સ, નહી તો ખાલી થઈ જશે તમારી તિજોરી

money for vastu
, સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (12:38 IST)
money for vastu
Vastu Tips: વાસ્ત શાસ્ત્રમાં આજે અમે વાત કરીશુ કેટલાક ઉપાયો વિશે, જેને કરીને તમે જીવનમાં આવી રહેલી નાની-મોટી પરેશાનીઓથી બચી શકો છો. અનેકવાર ખૂબ મહેનત કરવા છતા પૈસા ટકતા નથી, આવી કોઈ વાસ્તુ સંબંધી સમસ્યાને કારણે પણ આવુ થઈ શકે છે.  વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઉત્તર-પૂર્વ દિશા ઘન આગમનની દિશા હોય છે અને જો આ દિશામાં તમે ભારે સામાન મુક્યો હોય કે આ દિશા ખૂબ ગંદી રહેતી હોય તો આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં ધનના આગમનની ગતિ ધીમી થઈ જાય છે. આ જ રીતે ઉત્તર પૂર્વ દિશામાં જો દરેક સમયે અંધારુ રહેતુ હોય તો પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે. તેથી આ દિશામાં હંમેશા અજવાળુ રહેવુ જોઈએ. આ જ રીતે દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં દરવાજો  કે તિજોરી રાખવી પૈસા અને વયની હાનિ કરનારો હોય છે. 
 
વાસ્તુમાં આ વાતોનુ પણ રાખો ધ્યાન 
- સૌ પહેલા તો જો ઘર કે દુકાનમાં હંમેશા કરોળિયાના જાળા રહે છે તો તેને તરત જ હટાવી દો અને આગળથી સાફ સફાઈનુ પુરુ ધ્યાન રાખો. 
- સાથે જ જો ઘર કે દુકાનની દિવાલ પર નિશાન પડી ગયા છે કે તેની પોપડી ઉતરવા લાગી છે તો તેને જલ્દી ઠીક કરાવી લો. તેનાથી તમારી ધન સાથે જોડાયેલ પરેશાનીઓ દૂર થઈ શકે છે. 
-  ઘર-દુકાનમાં લાગેલા છોડ પર જો સુકા પાન જોવા મળે તો તેને તરત જ કાપી નાખો. નહી તો તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ વધી શકે છે.  
- આ ઉપરાંત ઘર કે દુકાનમાં કે આસપાસ ક્યાક પણ ચામાચીડિયાએ ઘર બનાવ્યુ છે તો તે ખૂબ અશુભ કહેવાય છે. આ ખર્ચ અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનુ કારણ બને છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

25 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ જાતકો પર મા લક્ષ્મીની કૃપા રહેશે