rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરનુ મંદિર ક્યા બનાવવુ, ભગવાનની મૂર્તિઓ કેવી અને ક્યા મુકવી, આ નાના-નાના નિયમ બદલી નાખશે ઘરની એનર્જી

Vastu tips for home,
, સોમવાર, 22 ડિસેમ્બર 2025 (16:20 IST)
ઘરમાં ભગવાનની તસ્વીરો મુકવી આપની સંસ્કૃતિ અને ભક્તિનો મહત્વપૂર્ણ ભાગ છે. પણ મોટભાગનાલોકો તેને યોગ્ય રીતે મુકતા નથી. જેનાથી ઘરનની ઉર્જા અને શાંતિ પર અસર પડી શકે છે. વાસ્તુ વિશેષજ્ઞ મુજબ ભગવાનની ફોટો કે મૂર્તિ મુકવાના કેટલાક સહેલા ઉપાય છે. જેને અપનાવીને ઘરનુ વાતાવરણ સકારાત્મક અને શાંત બનાવી શકાય છે.  
 
ભગવાનના ફોટા ઘરમાં જુદા જુદા સ્થાન પર ન મુકશો 
મોટા ભાગે લોકો એવુ વિચારે છેકે જેટલી વધુ ભગવાનના ફોટા હશે એટલી વધુ કૃપા મળશે. પણ વાસ્તુ મુજબ આ સાચુ નથી. જુદા જુદા ખૂણામાં ભગવાનન ફોટા મુકવાથી ધ્યાન વિખરાય જાય છે. ઘરમાં અવ્યવસ્થા અને માનસિક બેચેની વધી શકે છે. ભગવાનની ફોટો કે મૂર્તિ હંમેશા એક નક્કી સ્થાન પર સન્માનપૂર્વક મુકો. તેનાથી પૂજા પર ધ્યાન રહ છે અને ઘરની ઉર્જા પોઝિટીવ બની રહે છે. 
 
યોગ્ય સ્થાન - ઘરનું મંદિર
ભગવાનનો ફોટો કે મૂર્તિ રાખવા માટેનું શ્રેષ્ઠ સ્થાન ઘરના મંદિરમાં છે. આ મંદિર દિવાલ પર, લાકડાનું બનેલું અથવા ઘરના સ્વચ્છ ખૂણામાં હોઈ શકે છે. મંદિરમાં સ્વચ્છ અને શાંતિપૂર્ણ વાતાવરણ હોવું જોઈએ. જો ઘરમાં કોઈ મંદિર ન હોય, તો એક નાનો ખૂણો પસંદ કરો જ્યાં ફક્ત પૂજા સંબંધિત વસ્તુઓ રાખવામાં આવે.
 
એક જ દેવતાની અનેક મૂર્તિઓ ન રાખવી 
ઘણા લોકો ગણેશ કે કૃષ્ણની અનેક મૂર્તિઓ કે ફોટા રાખે છે. આનાથી ઘરમાં ઉર્જા ગૂંચવાઈ શકે છે અને પૂજા દરમિયાન ધ્યાન ઓછું થઈ શકે છે. ફક્ત એક જ મૂર્તિ કે ફોટો રાખવો વધુ સારું છે. જો આકસ્મિક રીતે ઘરમાં એક કરતાં વધુ મૂર્તિઓ હોય, તો તેમાંથી એક મંદિરમાં અર્પણ કરો અથવા તેને નદીમાં વિસર્જન કરો. તેને ઘરમાં આમ તેમ મુકી રાખવાથી બચો. 
 
ભગવાનનો ફોટો  મૂકવા માટેના મહત્વપૂર્ણ નિયમો
ભગવાનનો ફોટો કે મૂર્તિઓ ક્યારેય જમીન પર ન મૂકવી. તૂટેલી તસ્વીરોને તાત્કાલિક દૂર કરવી. પૂજા સ્થળ હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું. મંદિરમાં મોબાઇલ ફોન, પૈસા, બિલ કે ધાર્મિક વસ્તુઓ ન મુકશો. બેડરૂમમાં ભગવાનની છબી ન મૂકો. આ સહેલા નિયમોનુ પાલન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે અને વાતાવરણ શાંત રહે છે.
 
હંમેશા ભગવાનની  ફોટો  અને મૂર્તિને આદરપૂર્વક અને યોગ્ય જગ્યાએ મૂકો. ઘરના મંદિરમાં ફક્ત એક જ  ફોટો  કે મૂર્તિ રાખો, અને પૂજા દરમિયાન તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. આ ઘરમાં શાંતિ, સંતુલન અને સકારાત્મક ઉર્જા જાળવી રાખે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mesh Rashifal 2026 - આ વર્ષ આપને માટે છે નિર્ણાયક, કરી લો મહેનત નહી તો જીવનભર પછતાશો