Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુના આ ઉપાયોથી ઘરમાં આવશે સકારાત્મક ઉર્જા અને શાંતિ

વાસ્તુના આ ઉપાયોથી ઘરમાં આવશે સકારાત્મક ઉર્જા અને શાંતિ
, શનિવાર, 29 જુલાઈ 2017 (09:11 IST)
મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીય દ્વારા 1727 ઈસવીમાં વસાવેલ શહેર જયપુર આજે પણ દુનિયાભરના પર્યટકોને આકર્ષિત કરી રહ્યા છે. આ શહેરની લોકપ્રિયતાનુ મોટુ કારણ વાસ્તુ જ માનવામાં આવે છે. જેના આધાર પર આ શહેરને વસાવ્યુ હતુ. 
 
વાસ્તુનો આ પ્રભાવ તમે તમારા ઘરે પણ જોઈ શકો છો. તો કેમ ન આપણે આપણા ઘરના નિર્માણમાં વાસ્તુનું ધ્યાન રાખીએ. 
 
વાસ્તુશાસ્ત્ર એક સાર્વભૌમિક વિજ્ઞાન છે. વિજ્ઞાનની અન્ય કોઈ શાખાની જેમ આ પૌરાણિક વિજ્ઞાન પણ સમય સાથે સાથે સાક્ષાત સકારાત્મક પરિણામો દ્વારા પોતાની ઉપયોગિતા સિદ્ધ કરતુ આવી રહ્યુ છે. આ વ્યવસ્થિત નિયમો પર ચાલનારુ એક માત્ર વિજ્ઞાન છે. જે પંચતત્વો મતલબ જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશથી બનેલ પ્રકૃતિના નિયમોના પંચતત્વોથી બનેલ મનુષ્ય પર થનારા પ્રભાવો વિશે પ્રભાવી ઢંગથી બતાવે છે. કેટલીક વાતોનુ ધ્યાન રાખીને તેના દુષ્પ્રભાવથી બચી શકાય છે. 
 
અડધા બનેલા ઘરમાં રહેશો નહી - પ્રાયોગિક રૂપે આપણે કેટલાક સાધારણ વાસ્તુ નિયમોનુ જ પાલન કરી લઈએ તો પણ આપણા જીવનમાં અનેક ક્લેશ, ઝગડા વગેરેથી સહેલાઈથી બચી શકાય છે. અનેકવાર જોવામાં આવે છે કે આપણા ભવન કે મકાનમાં કોઈ શુભ મુહુર્તને કારણે આપણે ઉતાવળમાં શિફ્ટ થઈ જઈએ છીએ. આવા અધૂરા મકાનમાં શિફ્ટ થવાની ઉતાવળ આપણે માટે નુકશાનદાયક સિદ્ધ થઈ શકે છે. 
 
મકાનમાં પેંટ ન થયુ હોય, એકા-બે સ્થાનો પર દરવાજા ન લાગ્યા હોય કે કેટલાક સ્થાનો પર ટાઈલ્સ કે પત્થર લગાડવાની ખાલી જગ્યા પડી હોય તો પણ આપણે તેને પછી પુરા કરાવવાનુ વિચારીને ત્યા રહેવા માંડીએ છીએ. આ વાસ્તુદોષ છે.  જો નવા ઘરમાં પ્લાસ્ટર પુરુ નથી  ઈંટ દીવારમાંથી દેખાય રહી છે અથવા પ્લાસ્ટર છે પણ પેંટ નથી કરાવ્યુ તો પણ આ એક પ્રકારનો વાસ્તુદોષ બની જાય છે અને આવા ઘરમાં ગૃહ ક્લેશ થાય છે. 
 
ભાડાના મકાનમાં પણ સાવધાની રાખો - જો તમે મકાન ભાડે લઈ રહ્યા છો ત્યારે અપ્ણ તેમા શિફ્ટ થતા પહેલા એક વાર પેંટ જરૂર કરાવો. જો મકાનમાં ક્યાક ક્યાક પ્લાસ્ટર નીકળી રહ્યુ છે તો તેને ઠીક કરવુ જરૂરી જ સમજો. કારણ કે દિવાલો કે ફર્શ પર પડેલ દરારો અને ઉખડેલુ પ્લાસ્ટર વાસ્તુના હિસાબથી યોગ્ય નથી. જેને કારણે તમને માનસિક પરેશાની થઈ શકે છે. 
 
ઘરની ટૂટેલી ટાઈલ્સ પણ નુકશાનદાયક  - તમારા ઘરમાં કોઈ રૂમ, કિચન કે અન્ય કોઈ સ્થાનની ટાઈલ્સ તૂટી છે તો તેને જલ્દી ઠીક કરાવવુ જોઈએ. કારણ કે તૂટેલી ટાઈલ્સ પણ વાસ્તુશાસ્ત્રના હિસાબથી ઠીક માનવામાં નથી આવતી. આવા ઘરમાં બીમારી થવાની શંકા રહે છે. જો ફર્શ પર આ તૂટેલો ટુકડો ઈશાન ખૂણાનો છે તો મોટાભાગે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા જોવા મળે છે. ભવનના જુદા જુદા ભાગમાં જેવા કે દક્ષિણપૂર્વના ફર્શના પત્થર નીકળી જતા વ્યાપારિક સમસ્યા અને દક્ષિણ પશ્ચિમની તરફથી ફર્શની ટાઈલ્સ તૂટી જતા પરિજનોના પરસ્પર સંબંધો વચ્ચે ખટાશની વાત થઈ શકે છે. 
 
પ્રવેશ દ્વાર પર વિશેષ ધ્યાન આપો - વાસ્તુશાસ્ત્રમાં કોઈ પણ ઘર કે મકાનના પ્રવેશ દ્વારને સૌથી મહત્વપુર્ણ માનવામાં આવે છે. તેથી પ્રવેશ દ્વારના દોષને વાસ્તુશાસ્ત્રમાં વિશેષ દોષ માનવામાં આવે છે. પ્રવેશ દ્વારનુ સ્વરૂપ ભલે મેનગેટનું હોય કે ચોખટવાળા દ્વારનું. ત્યા જો ટાઈલ્સનો કોઈ પત્થર કે ટાઈલ્સ દરાર પડેલી હોય કે તૂટેલી  છે તો આખા ઘરમાં ઉર્જાનો યોગ્ય પ્રવાહ નથી થતો. આવામાં તમામ પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લવ લાઈફમાં તકરાર , ઘરમાં કલેશના એક કારણ આ પણ છે