Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vastu Tips Basil- ઘરની અગાશી પર ન રાખવું તુલસીનો છોડ સ્નાન કર્યા વગર ન તોડવું

Vastu Tips Basil- ઘરની અગાશી પર ન રાખવું તુલસીનો છોડ સ્નાન કર્યા વગર ન તોડવું
, બુધવાર, 21 એપ્રિલ 2021 (08:43 IST)
વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડને સુખી જીવન અને કલ્યાણનો પ્રતીક ગણાય છે. તુલસીનો છોડ બધા દોષોને દૂર કરે છે. તુલસીનો છોડ દેવતાઓની કૃપા મેળવવામાં સહાયક ગણાય છે. તુલસીને રાધારાણીનો અવતાર ગણાય છે. વાસ્તુમાં તુલસીથી સંકળાયેલા ઉપાય જણાવ્યા છે આવો જાણીએ તેના વિશે. 
 
-તુલસીના છોડને ઘરની અગાશી પર ન રાખવું. તેનાથી આર્થિક હાનિની શકયતા રહે છે. તુલસીના પાનને ચાવવાના બદલે જીભ પર રાખી ચૂસવુ સાચી રીત છે. 
દહીંમાં તુલસીના કેટલાક પાનને મિક્સ કરી ખાવાથી સ્બાસ્થયથી સંકળાયેલી ઘણી પરેશાનીઓથી રાહત મળે છે અને દિવસભર શરીરમાં ઉર્જાનો સંચાર હોય છે. 
-તુલસીના છોડની દરરોજ પૂજા કરવાથી ઘરના સભ્યોમાં ચાલી રહ્યા વિવાદ દૂર થઈ જાય છે. તુલસીનો છોડ રસોડાની પાસે રાખવાથી ઘરના સભ્યોમાં મેળ વધે છે. 
-જો તુલસીના પાનની જરૂર પડે તો તોડતા પહેલા છોફને હલાવવા ન ભૂલવું. તુલસીના પાનના સૂક્વુ કે કરમાવવા અશુભ ગણાય છે. 
-તુલસી સ્વાસ્થયની સાથે ધાર્મિક મહત્વ પણ છે. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહન, એકાદશી , સંક્રાતિ, દ્વાદશી અને સાંજના સમયે તુલસીના પાન નહી તોડવા જોઈએ. રવિવારે અને મંગળવારે પણ તુલસીના પાન તોડવાની ના છે. 
-વગર સ્નાન ક્યારે પણ તુલસીના પાન ન તોડવું. ઘરના આંગણે તુલસી સૌભાગ્ય વધારે છે. ઘરમાં આ પવિત્ર -છોડ બધા દોષ દૂર કરે છે અને વાતાવરણમાં સકારાત્મકતા બનાવી રાખે છે.
-તુલસીના છોડ ઘરમાં લગાવવાથી સભ્યોની સ્મરણશક્તિમાં વૃદ્ધિ હોય છે. 
-તુલસીના છોડની પાસે સાંકે દીવો પ્રગટાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. 
-આ પવિત્ર છોડની આસપાસ પવિત્રતા રાખવી ખૂબ જરૂરી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Shukra uday 2021- મેષ રાશિમાં થયો શુક્રનો ઉદય, આ રાશિવાળાની ચમકશે કિસ્મત