સૂતી વખતે આપણે વાસ્તુ નિયમ યાદ રાખવા જોઈએ. આ સારી ઉંઘ જ નહી સ્વાસ્થ્યના હિસાબથી પણ સારુ માનવામાં આવે છે. ઉંઘ લેવી, સુવુ કે આરામ કરવુ આરોગ્ય અને શરીર માટે ખૂબ જરૂરી છે. પણ ઓછા જ લોકો જાણે છે કે સૂતી વખતે પણ આપણે વાસ્તુ નિયમોનુ પાલન કરવુ જોઈએ નહી તો જીવનમાં હંમેશા પરેશાનીઓ કાયમ રહે છે.
સુવુ અને આરામ કરવુ આપણી રોજબરોજની દિનચર્યાનો ભાગ છે. પણ તમે જો આમ જ ક્યાક સૂઈ જાવ છો તો સતર્ક થઈ જાવ. વાસ્તુ શાસ્ત્રના નિયમો મુજબ હંમેશા પૂર્વ અને દક્ષિણની તરફ માથુ કરીને સુવુ જોઈએ. ઉત્તર કે પશ્ચિમ તરફ માથુ કરીને ન સુવુ જોઈએ. આ શુભ નથી માનવામાં આવતુ. સૂવા માટેના પણ કેટલાક વાસ્તુ નિયમો બનાવાયા છે. જેનુ પાલન કરવાથી આપણુ આરોગ્ય તંદુરસ્ત અને નિરોગી રહે છે. તેથી આજે અમે તમને બતાવી રહ્યા છે કે સૂતી વખતે કયા વાસ્તુ નિયમોને યાદ રાખવા જોઈએ.
સૂતી વખતના વાસ્તુ નિયમ
- દક્ષિણ તરફ મોઢુ કરીને સૂવાથી આયુષ્ય વધે છે
- દિવસે ન સુવુ જોઈએ. દિવસે સૂવાથી રોગ ઉત્પન થાય છે. સુશ્રુત સહિતા મુજબ બધી ઋતુઓમાં દિવસમાં સુવુ નિષેધ છે. પણ ગ્રીષ્મ ઋતુમાં દિવસમાં સુવુ નિષેદ નથી. -
- પૂર્વ તરફ માથુ કરીન સૂવાથી બુદ્ધિ પ્રાપ્ત થાય છે.
- પશ્ચિમ તરફ માથુ કરીને સૂવાથી માનસિક વિકાર પ્રાપ્ત થાય છે.
- સૂતા પહેલા લલાટ પરથી અને માથા પરથી પુષ્પનો ત્યાગ કરી દેવો જોઈએ.
- વાંસ કે પલાશની લાકડીથી બનેલા પલંગ પર ન સુવુ જોઈએ અને માથુ નીચે લટકાવીને પણ ન સુવુ જોઈએ.