Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુ અનુસાર આ દિશામાં રાખો તમારી દુકાનનું પ્રવેશદ્વાર, લક્ષ્મીની કૃપા કાયમ રહેશે

doors - shops
, શનિવાર, 26 નવેમ્બર 2022 (13:10 IST)
બજારમાં જતી વખતે, આપણને કરિયાણા, સ્ટેશનરી, કપડાં, સોનું અને ન જાણે કેટલીય દુકાનો જોવા મળે છે.   તમામ દુકાનોની પોતપોતાની અલગ ઓળખ હોય છે, પરંતુ આ દુકાનો પર એક જ પ્રકારનો વાસ્તુ નિયમ લાગુ પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વસ્તુની દુકાન માટે અલગ-અલગ દિશાઓ નક્કી કરવામાં આવી છે. જો તમે આ દિશાઓને ધ્યાનમાં રાખીને તમારી દુકાનનું પ્રવેશદ્વાર બનાવો છો, તો તે તમારા માટે ફાયદાકારક રહેશે. નહિંતર, ક્યારેક તે તમારા માટે નુકસાનનું કારણ પણ બની શકે છે. આવો, આ બાબતો વિશે વિગતવાર જાણીએ.
 
તમારી દુકાનનું પ્રવેશદ્વાર કઈ દિશામાં હોવું જોઈએ?
 
તમામ દુકાનોની પોતાની અલગ ઓળખ હોય છે, પરંતુ આ દુકાનો પર એક જ પ્રકારનો વાસ્તુ નિયમ લાગુ પડે છે. વાસ્તુશાસ્ત્રમાં આજે અમે તમને જણાવીશું કે દુકાનનું મુખ્ય દ્વાર એવું હોવું જોઈએ કે ગ્રાહકની પહેલી નજર તેના પર પડે. તમે જોયું જ હશે કે જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે સામે જે દુકાન પર નજર પડે  એ  દુકાનમાંથી વસ્તુઓ ખરીદીએ છીએ. તેથી, દુકાનના પ્રવેશ દ્વાર માટે એવું સ્થળ પસંદ કરો જેનાં ગ્રાહકની પ્રથમ નજર પડે
 
આ ત્રણ દિશાઓમાં મુકો દુકાનનું પ્રવેશદ્વાર 
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર દુકાનના પ્રવેશદ્વાર માટે પૂર્વ દિશા, ઉત્તર દિશા અને ઈશાન કોણ પસંદ કરવો જોઈએ. જ્યારે પશ્ચિમ અને દક્ષિણ દુકાનનું પ્રવેશદ્વાર એ દિશામાં ક્યારેય ન બનાવવું જોઈએ. આના કારણે ધંધામાં સમસ્યા સર્જાય છે. તેની સાથે ક્યારેક લોકોનો ધંધો પણ ધીમો ચાલે છે અને પછી તમે નુકસાનનો ભોગ બની શકો છો.
 
તેથી, જો તમે તમારી દુકાન બનાવવાનું વિચારી રહ્યા હોવ તો આમાંથી કોઈપણ દિશા પસંદ કરો. સાથે જ તેને એટલો આકર્ષક બનાવવાનો પ્રયાસ કરો કે ગ્રાહક તેને જોતાની સાથે જ સામેથી ચાલી જાય. હવે દુકાનની કઈ દિશામાં પ્રવેશદ્વાર બનાવવામાં આવે તો શું થાય તે વિશે અમારા આગામી લેખમાં વાચો, 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

26 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશીના જાતકોને નોકરીમા સફળતા મળશે