સામાન્ય રીતે ઘરમાં મંદિર કે પૂજા સ્થળ જરૂર હોય છે. વાસ્તુ અને શાસ્ત્રો મુજબ આપણા ઘરની સુખ સમૃદ્ધિ પર આ વાતનો ખૂબ જ પ્રભાવ પડે છે કે આપણું પૂજા સ્થળ કેવુ છે.
વાસ્તુ મુજબ ઘરના પૂજા સ્થળ કે મંદિરમાં ભગવાનની મૂર્તિઓ, ફોટાઓ કે ભગવાનના અન્ય પ્રતિકો મુકવામાં આવે છે. જ્યા આપણે પૂજા કરીએ છીએ, ભગવાનનું સ્મરણ કરીએ છીએ તે સ્થાન શાંત અને પવિત્ર હોવુ જોઈએ. પૂજા સ્થળ કે આસપાસ એવી કોઈ વસ્તુ ન હોવી જોઈએ જેનાથી ત્યાનું વાતાવરણ અપવિત્ર થાય. પૂજા સ્થળની આસપાસ અગ્નિ સંબંધી વસ્તુઓ ન રાખવી જોઈએ. જેવી કે ઈંવર્ટર, વિદ્યુત મીટર, જૂનો સામાન, તૂટેલા વાસણો વગેરે.
મંદિરની આજુબાજુ સાફ સફાઈ પણ રાખવી જોઈએ. મંદિરની આજુબાજુ પૂજન સામગ્રી, ધાર્મિક પુસ્તકો, એવી વસ્તુઓ જેમાથી ત્યાં શુભ વાતાવરણ નિર્મિત થાય, તે રાખવા જોઈએ. પૂજા સ્થળની નિયમિત રીતે સફાઈ કરવી જોઈએ. સુગંધિત અગરબત્તી લગાડવાથી ઘરનું વાતાવરણ પણ પવિત્ર થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે.
પૂજા કરતી વખતે આપણુ મોઢુ પશ્ચિમ દિશા તરફ હોય તો તે ખૂબ શુભ હોય છે. મંદિરનુ મોઢુ પૂર્વ દિશા તરફ સારુ માનવામાં આવે છે