Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યમરાજને આમંત્રણ આપે છે ઘડિયાળની ખોટી દિશા, ન કરો આ ભૂલ

યમરાજને આમંત્રણ આપે છે ઘડિયાળની ખોટી દિશા, ન કરો આ ભૂલ
, બુધવાર, 26 મે 2021 (18:03 IST)
સમય જોવા માટે ઘડિયાળ લગભગ દરેક ઘરમાં જોવા મળશે, પણ ઘડિયાળ ફક્ત ટાઈમ જોવાનુ સાધન નથી.  ફેંગશુઈ અને વાસ્તુશાસ્ત્રના મુજબ ઘડિયાળ ફકત સમય જ નથી બતાવતી પણ તે તેને ખરાબ અને બળવાન પણ બનાવે છે.  ઘડિયાળની ઉર્જા જીંદગી પર સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ નાખે છે.  તેથી ઘડિયાળની દિશા, સ્થાન અને યોગ્ય સમય હોવો ખૂબ જરૂરી છે. આવો જાણીએ ઘડિયાળ વિશે વાસ્તુ ટિપ્સ 
 
યોગ્ય દિશામાં મુકો ઘડિયાળ 
 
ખોટા સ્થાન પર મુકેલી ઘડિયાળ ખોટો સમય પણ લાવી શકે છે. દક્ષિણ દિશાને યમરાજની દિશા માનવામાં આવે છે. તેથી અહી ઘડિયાળ ન લગાવવી જોઈએ. બીજી બાજુ પશ્ચિમ દિશામાં ઘડિયાળ લગાવવાથી આર્થિક હાનિ અને પ્રગતિના રસ્તે પણ અવરોધ ઉભો થઈ શકે છે. હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં ઘડિયાળ લગાવવી જોઈએ. તેનાથી ઘરમાં લક્ષ્મી આગમન થાય છે. 
 
હંમેશા ઘડિયાળમાં યોગ્ય સમય રાખો 
 
કેટલાક લોકો ઘડિયાળનો સમય આગળ કરી નાખે છે જેથી જલ્દી કામ કરી શકે. વાસ્તુ મુજબ ઘડિયાળનો સમય આગળ પાછળ કરવો એ અશુભ હોય છે. 
 
દરવાજા ની ઉપર ન લગાવો ઘડિયાળ 
 
ક્યારેય પણ દરવાજાની ઉપર ઘડિયાળ ન હોવી જોઈએ. વાસ્તુ મુજબ  ઘડિયાળ નીચે પસાર થનારા વ્યક્તિ પર નેગેટિવ એનર્જીનો પ્રભાવ પડે છે. 
 
બંધ પડેલી ઘડિયાળ અશુભ 
 
વાસ્તુ મુજબ ઘરમાં બંધ અને ખરાબ ઘડિયાળ ન મુકશો. કારણ કે આને અશુભ માનવામાં આવે છે. આ ઉપરાંત તૂટેલી ઘડિયાળ પણ લગાવવાથી બચો અને તેના પર ક્યારેય પણ ધૂળ માટી એકત્ર ન થવા દો. 
 
દુકાનમાં લગાવો મ્યુઝીકલ ઘડિયાળ 
 
ઘર હોય કે દુકાનમાં મઘુર સંગીત કે ધુન વગાડતી ઘડિયાળ લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને તેનાથી આર્થિક લાભ પણ થાય છે. આ ઉપરાંત ઘર કે ઓફિસમાં પૈડુલમવાળી ઘડિયાળ લગાવી પણ શુભ માનવામાં આવે છે. 
 
ઓવલ શેપવાળી ઘડિયાળ 
 
વાસ્તુ મુજબ અંડાકાર આકારની ઘડિયાળ સૌથી ઉત્તમ માનવામાં અવે છે. તેનાથી વાસ્તુદોષ દૂર થાય છે આ ઉપરાંત સભ્યો માટે પ્રોગ્રેસના નવા રસ્તા ખુલે છે. આ ઉપરાંત ચોરસ અને ગોળ શેપની ઘડિયાળ લગાવવી શુભ માનવામાં આવે છે. 
 
કયા રંગની ઘડિયાળ લગાવવી શુભ 
 
વાસ્તુ મુજબ લાલ કે કેસરી રંગની ઘડિયાળ ન પહેરવી જોઈએ. તેનાથી ઘન સંબંધિત સમસ્યા ઉભી થાય છે. વાસ્તુ મુજબ હળવા પીળા રંગની ઘડિયાળ લગાવવી શુભ છે. 
 
ઓશિકા નીચે ઘડિયાળ ન મુકશો 
 
કેટલાક લોકો હાથની ઘડિયાળ ઓશિકા નીચે મુકીને સૂવે છે જે વાસ્તુ મુજબ તદ્દન ખોટુ છે. તેનાથી વિચારધારા પર નેગેટિવ અસર પડે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chandra Grahan 2021- 26 મે ને ચંદ્રગ્રહણ જાણો 12 રાશિઓના ગ્રહણ પર અસર