Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરના દરવાજા પર સિંદૂર લગાડવુ કેમ જરૂરી છે ?

ઘરના દરવાજા પર સિંદૂર લગાડવુ કેમ જરૂરી છે ?
, શનિવાર, 18 ઑગસ્ટ 2018 (04:38 IST)
આપણી આસપાસ કેટલીક વસ્તુઓ રંગોનુ મહત્વ બતાવવા ઉપરાંત ઘણુ બધુ કહી જાય છે. આમાંથે એજ એક વસ્તુ છે સિંદૂર. જે ફક્ત લાલ હોવાનો સંકેત આપવા ઉપરાંત તેની સાથે જોડાયેલા લોકોની ભાવનાઓને પણ દર્શાવે છે. એક સિંદૂરનું સૌથી વધુ મહત્વ એક સુહાગન સિવાય કદાચ જ કોઈ સમજી શકતુ હોય.  
 
એક સ્ત્રી સિવાય પૂજા સામગીમાં આદિ શક્તિની પૂજા માટે સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં એવુ કહી શકાય કે હિન્દુ દેવીઓની પૂજા સિંદૂરના ઉપયોગ વગર અધૂરી છે. સામાજીક અને ધાર્મિક ઉદ્દેશ્યો ઉપરાંત સિંદૂરના કેટલાક શાસ્ત્રીય મહત્વ પણ રહેલા છે. કદાચ તમે પણ જોયુ હશે કે કેટલાક લોકો ઘરની બહાર દરવાજા પર સિંદૂરનો ઉપયોગ કરે છે. તમે જાણો છો કેમ ? 
 
કેટલાક લોકો તો સિંદૂરની સાથે સાથે તેલનો ઉપયોગ પણ કરે છે.  ખાસ કરીને દિવાળીની આસપાસ આ બંને પદાર્થોનુ મિશ્રણ કરી ખાસ કરીને ઘરના દરવાજા પર ધાર્મિક ચિન્હ બનાવવામાં આવે છે. પણ આની પાછળનું કારણ શુ ?
 
ઉલ્લેખનીય છે કે વાસ્તુ શાસ્ત્ર મુજબ દરવાજા પર સિંદૂર અને તેલ લગાડવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી. આ ઘરમાં રહેલ વાસ્તુદોષને પણ દૂર કરવામાં કારગર માનવામાં આવે છે. 
 
વાસ્તુ વિજ્ઞાન હેઠળ તમે આ ઉપાયને અનેક વાસ્તુ દોષોને દૂર કરવાનો રામબાણ ઈલાજ કહી શકો છો. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે દરવાજા પર સિંદૂર લગાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ જો સરસિયાના તેલનો પણ ઉપયોગ કરવામાં આવે તો આ શનિના પ્રતિનિધિ હોવાના હિસાબથી ઘર-પરિવારની ખરાબ દ્રષ્ટિથી રક્ષા કરે છે. 
 
જ્યારે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી દરવાજા પર તેલ લગાવવાથી દરવાજો લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. જેને કારણે પણ દરવાજા પર સિંદૂર લગાવવાની પણ પરંપરા રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે શું કહે છે તમારી રાશિ 18/08/2018