Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુ - મનપસંદ જોબ જોઈતી હોય તો કરો આ ઉપાય

વાસ્તુ -  મનપસંદ જોબ જોઈતી હોય તો કરો આ ઉપાય
, ગુરુવાર, 19 એપ્રિલ 2018 (00:49 IST)
મનપસંદ નોકરી નથી મળી રહી કે પછી નોકરીની શોધથી પરેશાન છો.. તો તમારા નસીબને દોષ બિલકુલ ન આપશો.  તમારી કોશિશ ચાલુ રાખો અને કેટલાક સહેલા વાસ્તુના ઉપાયો અપનાવો. આવો જાણીએ શુ છે એ ઉપાયો.. 
 
- તમારા ઘરમાં હનુમાનજીનુ ઉડતુ ચિત્ર મુકો. હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરો. 
- રોજ શિવલિંગ પર જળાભિષેક કરો.  
- ઈંટરવ્યુ આપવા જતી વખતે ગાયને ગોળ અને લોટ ખવડાવો. 
- પક્ષીઓને સાત અનાજ મિક્સ કરીને ખવડાવો. 
- ઘરમાં બનનારા ભોજનમાંથી થોડો થોડો પદાર્થ વાસ્તુદેવને અર્પિત કરો અને પછી તેને ગાયને ખવડાવી દો. 
- ઈંટરવ્યુ સમયે તમારા ખિસ્સામાં લાલ રંગનો રૂમાલ મુકો. 
- તમારા રૂમમાંથી ફાલતુ સામાન હટાવી દો. ઉત્તર દિશાની દિવાલ પર કાચ મુકવાથી રોજગારની તક મળે છે. સ્ટેશનરીનો જૂનો સામાન.. ઓફિસની જૂની ફાઈલો જેવી વસ્તુઓ ઘરમાંથી બહાર કરો. 
- ઘરમાં તૂટેલા મશીન ન મુકો. 
- ઘરમાં ક્યારેય સાવરણીને ઉભી ન  મુકશો. ન તો એવી જગ્યાએ મુકો જેને કોઈ ઓળંગી શકે. 
- ઘરમાં ઉત્તર દિશાની દિવાલ પર જૂની સજાવટનો સામાન હોય તો તેને હટાવી દો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે અખાત્રીજ...આજે શુ શુભ સંકેત લઈને આવી છે તમારી રાશિ (18.04.2018)