Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરમાં આવી રીતે મૂકશો તિજોરી તો પૈસા વધવાના ચાંસ થશે ડબલ

ઘરમાં આવી રીતે મૂકશો તિજોરી તો પૈસા વધવાના ચાંસ થશે ડબલ
, બુધવાર, 5 ઑક્ટોબર 2016 (15:55 IST)
ઘરમાં તિજોરી નું ખાસ મહત્વ હોય છે. દરેક માણસ ઈચ્છે છે કે એમના ઘર પૈસાથી ભરેલા રહે. વાસ્તુ મુજબ જો તિજોરી કે લૉકર રૂમની દિશા, રંગ,  સાઈજ અને સ્થાન યોગ્ય દિશામાં  હોય તો ઘરમાં ધનનો પ્રવાહ તેજ રહેશે. આવું કરવાથી ભગવાન કુબેર હમેશા ખુશ રહે છે. આ સિવાય આ વાતનું પણ ધ્યાન રાખો કે તિજોરી કે લૉકર રૂમ પૂરી રીતે સુરક્ષિત હોય. 

જે સ્થાન પર તમે તમારી આજીવિકા કે જમીન-સંપતિથી સંબંધિત પેપર મુકો છો એ તિજોરીના સમાન હોય છે. એથી જ્યાં પણ તમારી તિજોરી હોય ત્યાં એક સ્વાસ્તિક જરૂર બનાવો. તિજોરીમાં સોના અને ચાંદીની વસ્તુ મુકવા માટે લૉકરની પશ્ચિમી સાઈડ અને દક્ષિણી સાઈડનો ઉપયોગ કરો. 
વાસ્તુ મુજબ તિજોરીને ઉત્તર દિશામાં રાખવાથી ખાસ લાભ હોય છે. જો તમે કોઈ કારણથી ઉત્તર દિશામાં તિજોરી નથી  મૂકી શકતા તો પૂર્વ દિશામાં તમારી તિજોરી મૂકો . પણ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે  તિજોરી કોઈ ખૂણામાં ન મૂકી હોય. 
 
તિજોરીવાળા રૂમમાં અરીસો  મૂકવો  સારું શુકન  હોય છે. વાસ્તુ મુજબ એવું કહેવાય છે કે જો તિજોરીના રૂમમાં અરીસો મૂકશો તો પૈસા આવવાના ચાંસ ડબલ થઈ જશે. 

 
હળવી આવાજવાળું એક ફાઉંટેન પણ તિજોરીમાં મુકવું શુભ હોય છે. વાસ્તુમાં કહેવાય છે કે પાણીનો પ્રવાહ સકારાત્મક ઉર્જા આપે છે અને પૈસા આવવાના રસ્તા વધી જશે. 
webdunia
વાસ્તુ મુજબ લૉકર રૂમનો કલર ચૂંટણી પણ ધ્યાનથી કરવી જોઈએ. વાસ્તુની માનીએ તો લૉકર રૂમ કે તિજોરી વાળા રૂમની દીવાર અને ફર્શ પર  પીળા રંગ હોવું જોઈએ. એવું કહેવાય છે કે પીળા રંગ ધન-સંપતિમાં વૃદ્ધિ કરે છે. 
 
તિજોરીનો રંગ પૂર્ણ રૂપે  સાફ-સુથરો  હોવો જોઈએ. તિજોરીને  એ રૂમમાં રાખો જ્યાં બીમ ન હોય . એ સિવાય જો તિજોરીવાળા રૂમમાં વસ્તુઓ વિખરાયેલી હોય તો એને વ્યવસ્થિત મૂકો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રની નવમીએ કરો જીવનની 9 સમસ્યાઓ માટે પાનના 9 ટોટકા