Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુ અને અભ્યાસ - બાળકનુ મન ભણવામાં ન લાગે તો કરો આ ઉપાય

વાસ્તુ અને અભ્યાસ - બાળકનુ મન ભણવામાં ન લાગે તો કરો આ ઉપાય
, શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2017 (12:36 IST)
બધા માતા-પિતા પોતાના બાળકોને સારો અભ્યાસ અપાવવા માટે દરેક પ્રકારનો ત્યાગ કરવા તૈયાર રહે છે. કેટલાક ખૂબ સરળતાથી શિક્ષા પૂર્ણ કરી લે છે  પણ કેટલાકને મહેનત પછી પણ શિક્ષણમાં અવરોધનો સામનો કરવો પડે છે. આવુ બાળકની જન્મપત્રિકામાં ગ્રહ-યોગને કારણે થઈ શકે છે.  
 
જે રીતે જો બાળકની જન્મપત્રિકામાં પંચમ ભાવ તેની શિક્ષા/જ્ઞાન અને તેના સવાલ યાદ કરવાની ક્ષમતાનુ નિર્ધારણ કરે છે પંચમ ભાવનો સ્વામી ગૃહ પંચમેશ, નિર્બળ, દુષ્ટ ગ્રહોથી પીડિત કે પંચમેશ પંચમ ભાવથી અષ્ટમ અર્થાત લગ્નથી દ્વાદશ ભાવમાં, કે અસ્ત કે નીચ રાશિમાં હોય તો બાળકને એક્ઝામના દિવસોમાં પરેશાની અને શિક્ષણ મેળવવામાં અવરોધ આવે છે. આવામાં તે ઈચ્છવા છતા પણ અભ્યાસ તરફ ધ્યાન નથી લગાવી શકતો. એક્ઝામમાં તે પોતે યાદ કરેલા સવાલ પણ ભૂલી જાય છે. 
 
આ ઉપાય કરશે ફાયદો 
 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe કરો 
 
અનેકવાર ઘરનુ વાસ્તુ કે અભ્યાસના સ્થાનનુ વાસ્તુ કે પછી નેગેટિવ કિરણો પણ બાળકના અભ્યાસ/એકાગ્રતામાં પરેશાની ઉભી કરે છે. એ માટે બાળકને રૂદ્રાક્ષ માળા ધારણ કરાવો.. જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો ફોટો બાળકોના અભ્યાસ સ્થાન પર મુકો.  અને તેમના પુસ્તકમાં મોર પંખ મુકો. 
 
જન્મપત્રિકામાં પંચમેશ શુભ પણ નિર્બલ છે તો તે સંબંધિત ગૃહનુ રત્ન ધારણ કરાવી તેની શક્તિ વધારો. જો પંચમેશ નીચનો છે તો તેની સાથે સંબંધિત ખાવાની વસ્તુ મંદિરમાં દાન કરો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ રાશિના લોકો બને છે કરોડપતિ, જાણો શુ કહે છે તમારી રાશિ