આમ જ નથી કરાતી નાગની પૂજા
તમે જોયું હશે કે જ્યારે કોઈ માણસ ખાલી સ્થાન પર ઘર બનાવાનું કામ શરૂ કરે છે . તો પાયો નાખતા પહેલા ભૂમિ પૂજન અવશ્ય કરાવે છે.
ભૂમિ પૂજનમાં ચાંદીના નાગ અને કળશની પૂજા થાય છે. એના પાછળ એવી માન્યતા છે કે જેને જાણીને તમે પણ કહેશો કે એમ જ નથી કરતા લોકો નાગની પૂજા
ચાંદીના નાગની પૂજાનો ઉદ્દેશય
વાસ્તુ વિજ્ઞાન અને શાસ્ત્રોનું મત છે કે ભૂમિના નીચે પાતાળલોક છે જેના સ્વામી ભગવાન વિષ્ણુના સેવક શેષનાગ ભગવાન છે . એમણે પોતાના ફેન પર પૃથ્વીને ઉઠાવી રાખી છે. ભૂમિ પૂજન સમયે પાયામાં ચાંદીના સાંપની પૂજાનો ઉદ્દેશ્ય શેષનાગના આશીર્વાદ મેળવવાનો છે.
પાયામાં નાગની પુજા કરવાથી એવુ મનાય છે કે જે રીતે શેષનાગે પૃથ્વીને સંભાળી રાખી છે તે જ રીતે શેષનાગ એમના ભવનને પણ સંભાળી રાખે. ભવન સુરક્ષિત અને દીર્ધાયું રહેશે.
ભૂમિ પૂજનમાં કળશનું મહત્વ
ભૂમિ પૂજનમાં કળશ રાખવા પાછળ આ આસ્થા અને વિશ્વાસ કામ કરે છે કે આનાથી શેષનાગ ભગવાનની કૃપા પ્રાપ્ત થશે. શાસ્ત્રોના મતે શેષનાગ ક્ષીર સાગરમાં રહે છે. આથી કળશમાં દૂધ દહીં ઘી નાખીને શેષનાગનું આહવાન મંત્રો દ્વ્રારા કળશમાં કરાય છે. જેથી શેષનાગ ભગવાનનો પ્રત્યક્ષ આશીર્વાદ મળે.
કળશમાં સિક્કો અને સોપારી નાખી એવુ માનવામાં આવે છે કે લક્ષ્મી અને ગણેશની કૃપા પ્રાપ્ત થશે. કળશને બ્રહ્માનું પ્રતીક અને વિષ્ણુંનું સ્વરૂપ માનીને તેમની પ્રાર્થના કરાય છે કે દેવી લક્ષ્મી સાથે આ ભૂમિ પર વિરાજમાન રહે અને શેષનાગ ભૂમિ પર બનેલા ઘરને હમેશા સહારો આપતા રહે.