Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુ ટિપ્સ - વાસ્તુમાં સૂર્યનુ ઘણુ મહત્વ છે

વાસ્તુ ટિપ્સ - વાસ્તુમાં સૂર્યનુ ઘણુ મહત્વ છે
, શનિવાર, 8 નવેમ્બર 2014 (15:40 IST)
સંપૂર્ણ બ્રહ્માંડનો આધાર સૂર્ય છે. જેની ઉર્જા આખા બ્રહ્માડને જીવન પ્રદાન કરે છે. સૂર્યની ઉર્જાથી જ પૃથ્વી પર જીવન છે. આ કારણે વાસ્તુશાસ્ત્રમાં પૂર્વ કે ઉત્તરની દિશાઓને વધુ મહત્વ આપવામાં આવે છે.  કારણ કે સૂર્યમાંથી મળનારી સકારાત્મક ઉર્જાનુ મુખ્ય દ્વાર પૂર્વ દિશા જ છે કોઈપણ ઘર કે ભવનમાં સૂર્યની ઉર્જાનુ આગમન ઈશાન કોણથી જ થાય છે. જ્યા સૂર્યની ઉર્જા સાથે અંતરિક્ષની ઉર્જા પણ ભવનમાં પ્રવેશ કરે છે અહી બંને ઉર્જાઓ મળીને ભવનની અંદર એક વિશેષ ઉર્જા ક્ષેત્ર બનાવે છે. જે ભવનના રહેવાસીઓને સકારાત્મક પરિણામ આપે છે.  
 
પ્રાચીનકાળમાં જ માનવ આ વાતને સારી રીતે જાણી ગયો હતો કે સૂર્ય જ જીવનપ્રદાયક  અને જીવન-પોષક શક્તિ છે. સૃષ્ટિના પ્રારંભથી જ વિવિધ કાળોમાં વિશ્વની વિવિધ સભ્યતાઓમાં સૂર્યની ઉપાસના એ સિદ્ધ કરે છે કે સૂર્યનુ મહત્વ અક્ષૃણ્ણ છે. વિજ્ઞાને પણ આ પ્રમાણિત કર્યુ છે કે પરોઢિયાના સૂર્યના ક્રિરણોમાં આપણા શરીર માટે અનેક લાભદાયક પદાર્થ રહેલા હોય છે.  
 
જ્યારે આ સૂર્યની કિરણો ત્વચા પર પડે છે તો આપણા શરીર માટે જરૂરી વિટામિન 'ડી' સીધા રક્ત દ્વારા શોષી લેવામાં આવે છે. આપણે ઉઘાડી આંખોથી સૂર્યની કિરણો સફેદ જોવા મળે છે પણ તેની અંદર બૈગની. ભૂરા, કાળા નારંગી, લીલા લાલ અને પીળા સાત રંગ હોય છે. આ રંગ પણ આપણા સ્વાસ્થ્ય પર વિશેષ પ્રભાવ નાખે છે.  
 
રંગ અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિમાં સૂર્યની કિરણોનો ઘણો ઉપયોગ હોય છે. આ કિરણોની ક્રાંતિ અનેક પ્રકારના કીટાણુઓને નષ્ટ કરે છે. સૂર્યોદયના સમયની કિરણો જે કે વધુ રોશની અને ઓછી ગરમીવાળી હોવાને કારણે સર્વોત્તમ હોય છે.  આ જ કારણે વાસ્તુશાસ્ત્રમાં પૂર્વ તરફ વધુ ખુલુ સ્થાન અને દરવાજા બારીઓ મુકવાની સલાહ આપવામાં આવે છે. જેથી પરોઢિયે સૂર્યની કિરણો ઘર અને આંગણમાં વધુમાં વધુ પ્રમાણમાં પ્રવેશ કરી શકે.   
 
જો હાનિકારક બેક્ટેરિયા અને કીટાણુઓને નષ્ટ કરી એ સ્થાનને શુદ્ધ કરે જેથી ત્યા રહેનારાઓ સ્વસ્થ જીવન વીતાવી શકે. ઉત્તમ સ્વાસ્થ્ય જ સૌથી મોટી પુંજી છે.  વિશેષ - દર વર્ષે સૂર્યના ઉત્તરાયણ અને દક્ષિણાયાન હોવાથી ભાવનના વાસ્તુના પ્રભાવમાં કોઈ અંતર નથી આવતુ.  
 

Share this Story:

Follow Webdunia gujarati