Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુ ટિપ્સ- લાફિંગ બુદ્ધાનો આવો ચમત્કાર જોઈ તમે હેરાન થઈ જશો

વાસ્તુ ટિપ્સ- લાફિંગ બુદ્ધાનો  આવો ચમત્કાર  જોઈ તમે હેરાન થઈ જશો
, ગુરુવાર, 21 ઑગસ્ટ 2014 (15:19 IST)
ફેંગશૂઈ પદ્ધતિ નકારાત્મક ઉર્જા ખત્મ કરે છે અથવા તો  ઓછી કરે છે અને સકારાત્મક  ઉર્જા લાવે છે. ફેંગશૂઈમાં વપરાતા નાના-નાના યંત્રોથી વાસ્તુ દોષનો ઉપાય  મળી જાય છે. 
 
લાફિંગ બુદ્ધા કે હસતાં બુદ્ધની મૂર્તિ ને સંપન્નતા સફળતા અને સૌભાગ્ય લાવનારી માનવામાં આવે છે.  માન્યતા છે કે લાફિંગ બુદ્ધા જે સ્થાન પર પણ બેસે છે ત્યાં ધન આપમેળે જ  આક્રષિત થાય છે. આ વિશેષતાને કારણે લોકો ઘર અને વ્યવ્સાયિક પ્રતિષ્ઠાન, હોટલ ,દુકાન ,આફિસમાં આ મૂર્તિ રાખે છે. 
 
હસતા બુદ્ધ ઘરમાં ધનની વૃદ્ધિ અને સૌભાગ્ય લાવતા ચીની દેવતા છે  જેને અંગ્રેજીમાં લાફિંગ બુદ્ધા ચીનીમાં પૂ તાઈ અને જાપાનીમાં હ તેઈ ના નામે ઓળખાય છે. 
 
માન્યતા છે કે આ ભિક્ષુ ચીની રાજવંશ ત્યાંગ કાળના સમયથી છે. તેને  મોજ-મસ્તી ફરવાનું  ખૂબ પસંદ હતુ. તે જ્યાં પણ જતા ત્યાં એમના મોટા પેટ અને ભરાવદાર શરીરથી સમૃદ્ધિ અને ખુશી વહેંચતા. સેટા ક્લોજની જેમ એ પણ બાળકોના પ્રિય હતાં. 
 
1. લાફિંગ બુદ્ધા મુખ્ય દ્વાર સામે ના રાખો. બારણાથી 30 ફુટ ઉંચાઈ પર લગાવવાનું  પ્રાવધાન છે. આ મૂર્તિ ઘરમાં પ્રવેશ કરતી ઉર્જાનું સ્વાગત  કરે છે . જો ઠીક સામે શક્ય ન હોય તો એને ખૂણામાં  પણ રાખી શકાય છે. 
 
2. એને ઘરમાં એ રીતે મુકો કે તેનો હસતો ચેહરો ઘરમાં આવતા-જતાં  માણસોને દેખાતો રહે. 
 
3. જો તામરી આવક સારી છે ,ઘરમાં ધનનો પ્રવાહ રહે છે પરંતુ તમે કંઈ પણ બચાવી નથી શકતા તો એવી સ્થિતિમાં ધનની પોટલી લેતા લાફિંગ બુદ્ધા ઘરમાં મુકો. થોડાજ દિવસોમાં ધન એકત્ર થવા લાગશે. 
 
4. શું તમને તમારી મેહનતનું  ફળ નથી મળતુ  ? બનેલા કામ બગડી જાય છે તો બન્ને હાથમાં કમંડળ લીધેલ લાફિંગ બુદ્ધા ઘરમાં લઈ આવો .
 
5. સ્વસ્થ અને નિરોગી કાયા માંગતા  હો તો વૂ લૂ  લાફિંગ બુદ્ધા ને પોતાના ઘરમાં જરૂર રાખો. 
 
6. સંતાનહીન દંપતિ બાળકોથી ઘેરાયેલા લાફિંગ બુદ્ધાને  ઘરમાં યોગ્ય સ્થાન મુકશે તો  જ્લ્દી તમારા ઘરમાં બાળકની  કિલકારી ગૂંજશે. 

Share this Story:

Follow Webdunia gujarati