Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુશાસ્ત્ર : ઘરમાં મંગલમય વાતાવરણ માટે વાસ્તુદોષ ઉપાય

વાસ્તુશાસ્ત્ર : ઘરમાં મંગલમય વાતાવરણ માટે વાસ્તુદોષ ઉપાય
P.R
આજકાલ લોકો વાસ્તુદોષ નિવારણ માટે સજાગ થઈ ગયા છે દરેક વ્યક્તિ પોતાના ઘરને સુંદર બનાવવા માંગે છે. વ્યવસ્થિત સજાવેલુ ઘર આકર્ષિત કરે છે. આજના યુવાનો ડ્રોઈંગ રૂમ અને લિવિંગ રૂમને સજાવવામાં ખૂબ રસ લેવા માંડ્યા છે. ઘરને સજાવવું એ કોઈ ફેશન નથી પણ એક જરૂરિયાત છે. આજકાલ વાસ્તુશાસ્ત્રનુ પ્રચલન ખૂબ છે અને તેથી જ વાસ્તુશાસ્ત્રીઓની ચાંદી છે. તેઓ ઘણીવાર પૈસા કમાવવા લોકોને બેવકૂફ બનાવે છે.

અહી અમે તમને વાસ્તુદોષ નિવારણ પર ઉપાયો બતાવી રહ્યા છે. તેને અપનાવીને ઘરનું વાતાવરણ મંગલમયી બનાવો.

ઘરમાં વાસ્તુદોષ થતા તેને વાસ્તુશાસ્ત્ર મુજબ ઠીક કરી લો. ઘરની અંદર તોડફોડ ન કરો તેનાથી વાસ્તુભંગનો દોષ લાગે છે.

- જો આપણે ઘરની સજાવટ, ઘરમાં રંગકામ વગેરે જ્યોતિષ અને વાસ્તુના નિયમો મુજબ કરીએ તો ઘરની સુંદરતા વધશે સાથે જ ઘરઆંગણમાં ખુશીઓ પણ આવશે.

webdunia
P.R
- જેવી કે પૂજા ઘરમાં ફર્શ માટે સફેદ કે પીળા રંગના સંગેમરમરનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે. રૂમની દિવાલો કે પડદાનો રંગ પણ સફેદ, આછો પીળો, હલ્કો ક્રીમ, હલકો આસમાની રાખો. કેસરિયા કે ભગવા રંગ પણ સારો લાગે છે. માતા લક્ષ્મીને બિલ્વપત્ર અને કમળ અતિપ્રિય છે. આ પુષ્પથી તમે તમારા પૂજા ઘરને સજાવી શકો છો.

- ઘરમાં પ્રવેશ દ્વાર પર સ્વસ્તિક અથવા ૐ ની આકૃતિ લગાવવાથી ઘર પરિવારમાં સુખ શાંતિ કાયમ રહે છે.

- જે ભૂખંડ કે મકાન પર મંદિરની પીઠ પડે છે, ત્યા રહેનારા દિવસો દિવસ આર્થિક કે શારીરિક મુશ્કેલીમા ઘેરાયેલા રહે છે.

- સમૃદ્ધિ પ્રાપ્તિ માટે નોર્થ ઈસ્ટ દિશામાં પાણીનો કળશ જરૂર મુકવો જોઈએ.

- ઘરમાં ઉર્જાત્મક વાતાવરણ બનાવવામાં સૂર્યની રોશનીનું વિશેષ મહત્વ હોય છે, તેથી ઘરની આંતરિક સાજ-સજ્જા એવી હોવી જોઈએ કે સૂર્યની રોશની ઘરમાં પર્યાપત રૂપમાં પ્રવેશ કરે.
- ઘરમાં કલેહ અથવા અશાંતિનું વાતાવરણ હોય તો ડ્રોઈંગ રૂમમાં ફૂલોનો ગુલદસ્તો મુકવો યોગ્ય રહે છે.

- અશુદ્ધ વસ્ત્રોને ઘરના પ્રવેશ દ્વારાના મધ્યમાં ન મુકવા જોઈએ.

- વાસ્તુ મુજબ રસોઈઘરમા દેવસ્થાન ન હોવુ જોઈએ.

- ગૃહસ્થના બેડરૂમમાં ભગવાનના ચિત્ર અથવા ધાર્મિક મહત્વની વસ્તુઓ ન લગાવવી જોઈએ.

- ઘરના દેવસ્થાનની દિવાલ સાથે શૌચાલયની દિવાલનો સંપર્ક ન હોવો જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati