Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરમાં શાંતિ માટે શુ કહે છે વાસ્તુ ?

ઘરમાં શાંતિ માટે શુ કહે છે વાસ્તુ ?
N.D
રસોડામાં જ્યારે તમે રસોઈ બનાવો ત્યારે તમારુ મોઢુ પૂર્વ દિશા તરફ રાખો. પાણીનું માટલું તમારા હાથની ડાબે બાજુ હોવું જોઇએ. આને શુભ માનવામાં આવે છે. જેનાથી માનસિક રીતે અને શારીરિક રીતે સ્વાસ્થ્ય સારું રહેશે.

- ઘરમાં પ્લાંટ્સ રાખવાથી સમૃદ્ધિ જળવાઇ રહેશે. તેથી ઘરમાં મની પ્લાન્ટ લગાવો. અશ્વગંધાનો છોડ રાખવાથી તંદુરસ્તી કાયમ રહે છે. આર્ટિફિશિયલ પ્લાન્ટ અને ફુલોથી પણ ઘરને સજાવી શકો છો. આવુ કરવાથી ઘર શણગારેલુ, શાંતિ આપનારુ અને સુખમય વાતાવરણ લાગશે.

- ઘરમાં ક્યારેય હિંસક પ્રાણીઓ કે પક્ષીઓ, ડૂબતો સુરજ, જહાજ, ઉદાસ કે રડતાં ચહેરાઓ ન લગાવો આનાથી ઘરમાં નકારાત્મક વાતાવરણ બને છે.

- બેડરૂમમાં પલંગની નીચે સામાન મૂકવાથી પલંગ પર સૂતા લોકો અને તેના પરિવાર વચ્ચે નાની નાની બાબતો બદલ ઝઘડાઓ થવાની સંભાવના વધી જાય છે. તેથી પેટીપલંગમાં પણ ગાદલા-ગોદડાં કે કપડાં જ મૂકવા જોઇએ.

- ઘર હંમેશાં વ્યવસ્થિત રાખો. એનાથી તમને હકારાત્મક ઊર્જા મળશે.

- ઘરમાં નળ ટપકતો ન હોવો જોઇએ. પાણી ટપકવાનો અવાજ મન અને ઘરની અશાંતિનું કારણ બની શકે છે.

- બંધ ઘડિયાળ ખરાબ સમય અને તકલીફને આમંત્રે છે તેથી ઘરમાં બંધ ઘડિયાળ રાખવી નહી

- ઘરના દરવાજા કે બારી ખોલતી વખતે તેમાંથી અવાજ આવવો જોઇએ નહીં. એનાથી ઘરમાં તણાવવાળું વાતાવરણ ઉદ્ભવે છે.

- ઘરની અંદર સૂકાયેલા ફુલ કે કાંટાવાળા છોડવા રાખવા નહીં.

Share this Story:

Follow Webdunia gujarati