Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શયનખંડ

શયનખંડ

સુધિર પિમ્પલે

, રવિવાર, 3 જૂન 2007 (09:56 IST)
શયનખંડ

ઉત્તરદિશા તરફ વાયવ્યભાગને છોડીને બેઠકની પાસે શયનખંડ રાખવો સર્વોત્તમ છે. પૂર્વ તરફ શયનખંડ રાખવાના કારણે સૂર્યકિરણોનો લાભ પ્રાપ્ત થાય છે. ઉત્તર દિશાના શયનખંડમાં દક્ષિણ કે પૂર્વ દિશા તરફ માથુ રાખીને ઊંઘવું જોઇએ. જો ઘરમાં એક કરતાં વધુ માળ હોય તો ઘરના મુખ્યવડાનો શયનખંડ સૌથી ઉપરના માળે પશ્ચિમ કે નૈઋત્યખૂણામાં રાખવો જોઇએ. આ શયનખંડમાં બાળકો પણ સુઇ શકે છે. પરંતુ નાના બાળકો માટે આ સ્થાન યોગ્ય નથી.

દક્ષિણ અને અગ્નિ દિશા તરફ એક પણ દરવાજો રાખવો ન જોઇએ. દક્ષિણ દિશા તરફ પગ રાખીને સુવું જોઇએ. નાના બાળકો માટે પશ્ચિમ તરફ, અને અવિવાહિત છોકરા-છોકરીઓ માટે અને મહેમાન માટે પૂર્વ તરફનો શયનખંડ સારો ગણવામાં આવે છે. પરંતુ નવદંપતિ માટે આ સ્‍થાન યોગ્ય નથી. અગ્નિ દિશા તરફ શયનખંડ રાખવો ન જોઇએ. અન્યથા કૌટુંબિક ઝઘડા અને બિનજરૂરી ખર્ચા વધી જાય છે. ઇશાન અથવા મધ્યભાગમાં શયનખંડ રાખવો ન જોઇએ.

શયનખંડની દિવાલો આછી ગુલાબી, ગ્રે, ઘેરા વાદળી, ઘેરા બદામી વગેરે રંગની રાખવી જોઇએ. શયનખંડમાં સફેદ માર્બલ અથવા પીળા રંગના ક્યારેય રાખવા ન જોઇએ.

શયનખંડમાં નૈઋત્યખૂણામાં વજનદાર વસ્તુઓ અને તિજોરી રાખવી જોઇએ. ઊંઘવા માટેની પથારી નૈઋત્યખૂણાના દક્ષિણ અથવા પશ્ચિમ ખૂણામાં રાખવી જોઇએ. શયનખંડમાં અભ્યાસ કરવો હોય તો ઉત્તર કે પૂર્વ દિશા તરફ કરવો જોઇએ. ટી.વી. હીટર વગેરે વિદ્યુત ઉપકરણો અગ્નિખૂણામાં અને કપડાંની તિજોરી નૈઋત્યમાં રાખવી જોઇએ. શયનખંડની સાથે જોડાયેલ બાથરૂમ, બાથટબ, શૌચાલય કે ચેંજિંગરૂમ રાખવો હોય તો ઉત્તર અથવા પશ્ચિમ ભાગમાં રાખવા જોઇએ. શયનખંડમાં તિજોરી રાખવી ન જોઇએ, શક્ય તો દક્ષિણ તરફ ખૂલે તેવી ન રાખવી જોઇએ.


ભાવાનુવાદ - કર્નલ કુમારદુષ્‍યંત

Share this Story:

Follow Webdunia gujarati