સૂર્ય પૃથ્વીવાસીઓનો જીવન સ્ત્રોત છે.સૂર્યનાં કારણે જ ગરમી અને પ્રકાશ મળે છે અને ખેતી પણ થાય છે જેને કારણે આપણે જીવીત છીએ. પૃથ્વી પર ઘણી પ્રત્યક્ષ અને પરોક્ષ ઘટનાઓ સૂર્યને કારણે જ થાય છે.આ કારણે જ પ્રાચીન કાળ થી અત્યાર સુધી લોકો સૂર્યની પૂજા કરતાં આવ્યાં છે.
વાસ્તુશાસ્ત્રમાં પણ સૂર્યને ઘણુ મહત્વ આપવામાં આવ્યુ છે.પૂર્વ દિશાને એટલા માટે મહત્વની માનવામાં આવે છે કારણ કે ત્યાંથી સૂર્યનો ઉદય થાય છે.વાસ્તુશાસ્ત્રમાં સૂર્યનું ઉતરાયણ તેમજ દક્ષિણાયનનું ખુબ મહત્વ છે.માણસનાં મૃત્યુ બાદ તેને સૂર્યની ઉતરાયણ સ્થિતિમાં જ મોક્ષ મળે છે એવુ સદિયોથી માનવામાં આવી રહ્યુ છે.ભીષ્મપિતાએ પણ શરીર ત્યાગવા માટે સૂર્યનાં ઉતરાયણ થવાની રાહ જોઇ હતી. કોઇ પણ સારુ કાર્ય કરવા માટે સૂર્યની ઉતરાયણ સ્થિતિને જ શુભ માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ પાણીની અંડરગ્રાઉંડ ટાંકી પૂર્વ તથાં ઉત્તર દિશામાં હોવી જોઇએ જેનાથી સૂર્યનાં કિરણો પાણીમાં પડવાથી જીવ જંતુઓનો નાશ થાય તેમજ તેમાં ઉર્જા પણ જળવાઇ રહે.વળી મકાનની ઉપર પાણીની ટાંકી દક્ષિણ-પશ્ચીમ દિશામાં રાખવી જોઇએ જેનાથી પાણી જંતુ રહિત બની શકે.
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનું બાંધકામ કરતી વખતે પૂર્વ-ઉત્તરમાં ખુલ્લી જગ્યાં વધુ છોડવી જોઇએ, તેમજ મોટા દરવાજાઓ, બારીઓ અને પહોળા વરંડાઓ રાખવાનું સુચિત કરાયું છે. સાથે સાથે તે દિશામાં મોટાં વૃક્ષો, દિવાલો તેમજ ઇમારતો રાખવાની મનાઇ કરવામાં આવી છે.કેમકે તેને કારણે સૂર્યનો સીધો તાપ ઘરમાં આવી શકતો નથી.
ઉગતાં સૂર્યનાં કિરણો શરીર માટે લાભદાયી હોય છે પરંતુ આથમતા સૂર્યમાંથી નીકળતાં ઇંફ્રા રેડ કિરણો માનવ શરીરને નુકશાન કર્તા હોય છે.આ રીતે વાસ્તુશાસ્ત્રમાં પણ સૂર્યનાં કિરણોને ઘણું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
ભાવાનુવાદ : પારૂલ ચૌધરી