વાસ્તુશાસ્ત્ર આના રચયિતા વિશ્વકર્માજીની માનવને અદભુત ભેટ છે. જ્યોતિષ વિજ્ઞાનના અંતર્ગત વાસ્તુનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. કોઈ પણ ઘરનું નિર્માણ કરતી વખતે તેને વાસ્તુને અનુકૂળ બનાવવું જરૂરી છે. કેમકે ઘરની સુખ, શાંતિ અને સમૃધ્ધિ આની પર આધારિત છે. વાસ્તુ દોષ હોવાના કારણે ભવનમાં ઘણાં પ્રકારની મુશ્કેલીઓ, અસ્વસ્થતા, અકારણ દુ:ખ, હાનિ, ચિંતા તેમજ ભય વગેરે રહે છે.
આધુનિક યુગમાં ફ્લેટ સંસ્કૃતિ ચારે તરફ વિકસીત છે. આ ફ્લેટની અંદર જો વાસ્તુ દોષ હોય તો પણ તેને તોડીને અનુકૂળ બનાવવું શક્ય નથી. ઘણી જ્ગ્યાએ ધનભાવ અને અર્થાભાવને કારણે પણ વ્યક્તિ વાસ્તુ દોષનું નિવારણ નથી કરી શકતા. પરંતુ આવામાં નિરાશ થવાની જરૂરત નથી. કેમકે આવામાં આપણે ઘરનો સામાન કે વસ્તુઓમાં ફેરબદલી વાસ્તુ દોષની એક સીમા સુધી સમાપ્ત કરી શકે છે.
ઉદાહારણની રીતે અગ્નિ ખુણામાં રસોડુ હોવું જોઈએ પરંતુ આવું ન થવા પર અગ્નિની પુષ્ટી નથી થઈ શકતી. આના નિરાકરણ માટે આપણે ઘરની ઈલેક્ટ્રોનીક વસ્તુઓ જેવી કે ફ્રિજ, ટી.વી. વગેરેને આ ખુણામાં રાખીને આની પુષ્ટી કરી શકીએ છીએ. કોઈ પણ રીતે ઘરની પૂર્વ તેમજ ઉત્તર દિશાને ખાલી રાખી શકીએ છીએ.
જો આવું શક્ય ન હોય તો પૂર્વ કે ઉત્તર દિશામાં રાખેલી વસ્તુઓના વજનથી લગભગ દોઢ ગણુ વજન નૈઋત્ય ખુણામાં કે દક્ષિણ દિશામાં રાખી શકો છો. કેમકે નૈઋત્ય ખુણો ભારે તેમજ ઈશાન ખુણો પૂર્વ-ઉત્તર હલ્કો હોવો જોઈએ. આ રીતે ઘરની ગાડીઓને હંમેશા પૂર્વ કે ઉત્તર દિશા તરફ જ પાર્ક કરવી જોઈએ. આનાથી સારા સમયના વ્યવધાન સમાપ્ત થઈ શકે છે. ઈશાન ખુણો પવિત્ર તેમજ સ્વચ્છ હોવો જોઈએ તેમજ આ ખુણાની અંદર એક ઘડો પાણી ભરીને રાખવું જોઈએ. આનાથી સારા પરિણામો મળે છે.
બધા જ મહત્વના કાગળોને ઉત્તર કે પુર્વ દિશામાં રાખવા જોઈએ. આવું કરવાથી આનાથી સંબંધિત ઘટનાઓ અહિતકારી રહે છે. આ પ્રકાર ઘરના શયન રૂમ, પુજા સ્થળ, બાથરૂમ, બેઠકરૂમ, ભોજનરૂમ, મુખ્ય દ્વાર તેમજ બારી વગેરેમાં પરિવર્તન કરીને વાસ્તુ દોષ ઠીક કરીને સફળતા મેળવી શકો છો.