લગભગ 500 વર્ષ ઈ.સ. પૂર્વે હડપ્પા તેમજ મોહેન્જોદડોના અવશેષો મળ્યાં છે તેનાથી ખબર પડે છે કે નગર, ભવન કેટલા વ્યવસ્થિત રીતે બનાવવામાં આવતાં હતાં. અહીંયા પર કનિષ્ક કાલીન બૌધ્ધ સ્તૂપ પણ મળી આવ્યાં છે. પાટલીપુત્ર નગરની વચ્ચે આવેલ મૌર્ય સમ્રાટ ચંન્દ્રગુપ્તનો રાજમહેલ વિશાળતા અને સુંદરતામાં ઉત્તમ છે. ભગવાન વેંકટેશ્વર તિરૂપતિનું મંદિર વાસ્તુશાસ્ત્રના સિધ્ધાંતોનાં અનુસાર નિર્માણ કરાયેલ છે જેનો પ્રવેશ દ્વાર પૂર્વમાં તેમજ પાણીનો સ્ત્રોત ઉત્તર પૂર્વમાં છે. આ મંદિર સૌથી ધનાઢ્ય માનવામાં આવે છે. આમ વાસ્તુની અસર મંદિર પર પણ પડે છે.