ભગવાન વિશ્વકર્મા દ્વારા મળેલ વાસ્તુશાસ્ત્ર અમુલ્ય ભેટ સમાન છે. પ્રાચિન સમયમાં કોઇપણ પ્રકારનું બાંધકામ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવતું હતું. આજના આધુનિક યુગમાં પણ માનવી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે વાસ્તુનો ઉપયોગ કરે છે. ભવન કે મકાનનાં નિર્માણનું આયોજન કરવામાં આવે ત્યારે જ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આયોજન કરવામાં આવે છે.
પરંતુઆજના સીમેન્ટના જંગલ સમાન શહેરોમાં જગ્યા અને રૂપીયાના ના અભાવે લોકો તૈયાર મકાન કે ફ્લેટમાં રહેવા લાગે છે. જેમાં ધણી વખત વાસ્તુનો દોષ જોવા મળે છે. અનુકૂળ પરીણામે માનસિક અશાંતી, દૂખ અને ભયનો સામનો કરે છે.
ભવનમાં (ફ્લેટ) થયેલ વાસ્તુ દોષનું તોડ-ફોડ કરીને નિવારણ કરવું આર્થિક રીતે મુશ્કેલ બને છે. પરંતુ ચિંતા કરવાની જરૂરત નથી. ફક્ત ઘરમાં અમુક વસ્તુઓની જગ્યા બદલવાથી કે નવી ઓછી-વધુ ઉર્જા વાળી વસ્તુ મૂકવાથી મહદ્ અંશે વાસ્તુનો દોષ નિવારી શકાય છે.
સામાન્ય રીતે ઇશાન ખૂણો (ઉત્તર-પૂર્વ) ખાલી રાખવામાં આવે છે. કારણ કે, ઇશાન ખૂણો નૈઋત્ય કરતા વજનમાં હળવો છે.
પરંતુ ઇશાન ખૂણો ખાલી ન હોય તો તેની વિરૂદ્ધનો ખૂણો નૈઋત્યમાં (દક્ષિણ-પશ્ર્ચિમ) ઇશાન ખૂણામાં રાખેલ વસ્તુ કરતા આશરે દોઢ ગણી વધુ વજનની વસ્તુ રાખવી જોઇએ. જેનાથી સમતોલન જળવાય છે.વાસ્તુ પ્રમાણે અગ્નિખૂણામાં (પૂર્વ-દક્ષિણ) રસોડું હોવું જોઇએ. પરંતુ રસોડું ત્યાં ન હોય તો તે ખૂણામાં અગ્નિની ઉર્જા ઉત્પન્ન કરતી વસ્તુ જેવી કે ઇલેક્ટ્રીક આઇટમ અગ્નિ ખૂણામાં રાખવાથી વાસ્તુ દોષનું નિવારણ થાય છે.
આવી જ રીતે ઘરમાં દિવાલ ધડિયાળો શક્ય હોય તો ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવી જોઇએ સારી ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. ઇશાનખૂણો (ઉત્તર-પૂર્વ) પવિત્ર અને સ્વચ્છ રાખવો જોઇએ માટે ત્યાં હંમેશા સ્વચ્છ પાણી ભરીને એક ઘડો રાખવો જોઇએ.
જરૂરી દસ્તાવેજ કે બેંકની ચેકબુક વગેરેને ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવાથી સારી પ્રગતિ થાય છે.
પરૂન શર્મા