આપણે જે સ્થાન પર રહીયે છીએ તેને વાસ્તુ કહેવાય છે. એટલા માટે જે જગ્યાએ રહીએ છીએ તે મકાનમાં કયો દોષ છે જેને લીધે આપણને દુ:ખ અને તકલીફ પડે છે તેને આપણે જાતે નથી જાણી શકતાં. આપણને તે પણ જાણ નથી રહેતી કે મકાનમાં નકારાત્મક ઉર્જા છે કે સકારાત્મક. કયા સ્થાન પર કયો દોષ છે પરંતુ અહીંયા વાસ્તુ માટે થોડીક ટીપ્સ આપી છે જેના લીધે તમે બધા જ લાભાંવિત થશો.
ઈશાન એટલે કે ઈશ્વરનો વાસ. આ સ્થાન પર ભગવાનનું મંદિર હોવું જોઈએ તેમજ આ જ ખુણામાં જળ પણ હોવું જોઈએ. જો ખુણામાં રસોડુ હોય કે ગેસની ટાંકી હોય તો વાસ્તુ દોષ થશે. તેથી તેને તુરંત જ હટાવીને આ જગ્યાએ પૂજા સ્થળ બનાવવું જોઈએ કે પછી આ સ્થળ પર પાણી રાખવું જોઈએ. પૂર્વ દિશામાં બાથરૂમ શુભ રહે છે. ખાવાનું બનાવવાનું સ્થળ હંમેશા પૂર્વ અગ્નિખુણામાં હોવું જોઈએ. ભોજન કરતી વખતે દક્ષિણ દિશા તરફ મુખ ન રાખવું જોઈએ.
ઘરના મુખ્ય વ્યક્તિઓનો બેડરૂમ નૈઋત્યમાં હોવો જોઈએ. બાળકોનો રૂમ વાયવ્ય ખુણામાં રાખવો જોઈએ. બેડરૂમમાં સુતી વખતે માથુ ઉત્તરમાં પગ દક્ષિણ તરફ ક્યારેય ન રાખવા જોઈએ. અગ્નિખુણામાં સુવાથી પતિપત્ની વચ્ચે વૈમનસ્યતા રહીને વ્યર્થ ધનનો વ્યય થાય છે. ઈશાન ખુણામાં સુવાથી બિમારી વધે છે. પશ્ચિમ દિશા તરફ પગ રાખીને સુવાથી આધ્યાત્મિક શક્તિ વધે છે. ઉત્તર તરફ પગ રાખીને સુવાથી ધનમાં વૃધ્ધિ થાય છે તેમજ ઉંમરમાં વધારો થાય છે.