Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વર્ષો પહેલા વાસ્તુનું મહત્વ

વર્ષો પહેલા વાસ્તુનું મહત્વ
W.DW.D

વાસ્તુનો શોખ લગભગ બધાને જ હોય છે અને હવે તો આ એક પ્રકારનો ટ્રેડ બની ગયો છે. હવે તો જે પણ નવા ઘરો બનાવે છે કે નવા ઘરો ખરીદે છે તે ચોક્કસ જુએ છે કે તે ઘરની રચના વાસ્તુ પ્રમાણે થઈ છે કે નહી. વાસ્તુનું મહત્વ કંઇ આજકાલથી અસ્તિત્વમાં નથી આવ્યું પરંતુ તેનું અસ્તિત્વ તો આજથી હજારો વર્ષો પૂર્વે પણ હતું.

લગભગ 4000 વર્ષ પૂર્વે લખાયેલ બ્રાહ્મણ ગ્રંથોમાં પણ વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે. રામાયણ અને મહાભારતના કાળમાં પણ વાસ્તુ સંબંધી જ્ઞાન હતું. મહાભારતની કથા અનુસાર શ્રીકૃષ્ણએ દ્વારિકા નગરી વસાવવાની જવાબદારી વિશ્વકર્માને સોંપી હતી. આ નગરની રચના વાસ્તુશાસ્ત્રના નિયમોનુસાર થઈ હતી. પાણી ઉપર નગરનું નિર્માણ આ યોજનાથી થયું હતું કે એક સમય નિશ્ચિત સમય પછી જળમગ્ન થઈ જાય. પાછલા સમયમાં તેના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. આ રીતે ઇંદ્રપ્રસ્થાનું નિર્માણ, રામાયણમાં ભારત અને શ્રીલંકાની વચ્ચે બનાવવામાં આવેલ પુલ તેમજ વજ્રલેપ (સિમેંટ) નો ઉલ્લેખ મળે છે.

Share this Story:

Follow Webdunia gujarati