ઘરનું નિર્માણ કરતી વખતે તે બાબતનું ઘ્યાન રાખો કે રસોડુ હંમેશા ઘરના અગ્નિ ખુણામાં જ બનાવવું જોઈએ.અને પ્લેટફોર્મ હંમેશા રસોડાના પૂર્વ
તેમજ અગ્નિ ખુણા તરફ હોવું જોઈએ. ગેસની સગડી મુકતી વખતે પણ ધ્યાન રાખો કે તે અગ્નિ ખુણામાં થોડીક જગ્યા છોડીને મુકવી જોઇએ. વળી મિક્સર તેમજ ગ્રાઇંડર જેવી વસ્તુઓ હંમેશા દક્ષિણ દિશા તરફ રાખવી જોઇએ. વોશીંગ મશીન માટે હંમેશા ઇશાન ખુણો જ પસંદ કરવો જોઈએ. જો તમે ડાઇનીંગ ટેબલ રસોડામાં જ મુકવા માંગતાં હોય તો તે પશ્ચીમ તેમજ વાયવ્ય તરફ મુકવું જોઇએ. બારીઓ હંમેશા પશ્ચીમમાં હોવી જોઈએ અને દરવાજાઓ માટે પૂર્વ, પશ્ચીમ અને ઉત્તર દિશા શ્રેષ્ઠ છે એ યાદ રાખો કે દરવાજો ક્યારેય પણ દક્ષિણમાં હોવા જોઈએ નહિ. .
જો તમ રસોડુ પશ્ચીમ દિશામાં બનાવવા માંગતાં હોય તો બનાવી શકો છો પરંતુ ઇશાન કે નૈઋત્યમાં ભુલથી પણ ન બનાવવું જોઈએ. નહિતર તમારે ખુબ જ સંધર્ષનો સામનો કરવો પડશે. અને જો તમે વાયવ્યમાં રસોડુ બનાવશો તો તમારે વધું ખર્ચો થશે અને ઉત્તર તરફ બનાવવાથી અર્થનો નાશ થાય છે. એટલા માટે બને ત્યાં સુધી આ દિશામાં રસોડુ બનાવવું જોઈએ નહી.