ભોજનકક્ષ મુખ્યરૂમના પશ્ચિમખૂણામાં હોય તો સૌથી વધુ ફાયદાકારક નિવડે છે, પરંતુ પૂર્વ અને ઉત્તરની તરફની તરફ હોય તો મધ્યમ ફળદાયક નિવડે છે.
રસોઇઘર જો નીચેના માળ પર હોય તો ભોજન કક્ષ ઉપરના માળ પર બનાવવું ન જોઇએ. ભોજન કરતી વખતે સભ્યોનુ મોં પૂર્વ, પશ્ચિમ કે ઉત્તરની તરફ રહેવું જોઇએ. પરંતુ દક્ષિણ તરફ ન રાખવું જોઇએ. ભોજનકક્ષનો દરવાજો પૂર્વ, ઉત્તર કે પશ્ચિમની તરફ રાખવો જોઇએ.
ડાયનિંગટેબલનો આકાર ચોરસ કે લંબચોરસ રાખવો જોઇએ. અંડાકાર, ગોળ કે ષટકોણ ન રાખવો જોઇએ. અને દિવાલથી અડાડીને રાખવું ન જોઇએ. ભોજનકક્ષમાં ઇશાન ખૂણામાં પાણીની વ્યવસ્થા રાખવી જોઇએ. વોશબેસિન પૂર્વ કે ઇશાન ખૂણામાં રાખવું જોઇએ, અગ્નિ કે નૈરૂત્યખૂણામાં રાખવુ ન જોઇએ.
ભોજનકક્ષને અડીને શૌચાલય ન રાખવું જોઇએ. કપડાં અને વાસણ ધોવાનું સ્થાન રાખી શકાય છે. ભોજનકક્ષની દિવાલોનો કલર આછો વાદળી, પીળો, કેસરી અથવા આછો લીલો રાખી શકાય છે. ભોજનકક્ષમાં ધાતુની વસ્તુને ઓછી અને લાકડાની ચીજવસ્તુઓ વધારે રાખવી જોઇએ.
ભાવાનુવાદ - કર્નલ કુમાર દુષ્યંત