ડ્રોઇંગરૂમ કે બેઠકખંડએ એવું સ્થાન છે જે જગ્યાએ ઘરના સભ્યો અને આવનાર મહેમાન, વાતો અને ચર્ચા કરવામાં વધારે સમય પસાર કરે છે. આ સંબંધી પણ નિર્માણના નિયમોનું પાલન જરૂરી છે. વાસ્તુશાત્રના નિયમ પ્રમાણે દક્ષિણ દિશા તરફના ઓરડા નાના અને ઉત્તર દિશા તરફના ઓરડા મોટા રાખવા જોઇએ.
બેઠકખંડ ઉત્તરદિશા તરફ રાખવો તે ફાયદાકારક નિવડે છે. બેઠકખંડની ફ્લોરીંગનો ઢળાવ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવો જોઇએ. શક્ય હોય ત્યાં સુધી બેઠકખંડનો દરવાજો અગ્નિ અથવા નૈરૂત્યખૂણા તરફ ન રાખવો જોઇએ.
દ્વાર પૂર્વ અથવા ઉત્તર તરફ દરવાજો રાખવો અત્યંત શુભ માનવામાં આવે છે. બેઠકખંડમાં ફર્નિચર અથવા વજનદાર વસ્તુઓ પશ્વિમ દિશા તરફ રાખવી જોઇએ. ટી.વી ઇશાનખૂણાની તુલનામાં વાયવ્યખૂણામાં રાખવું વધુ લાભકારી રહેશે. ટેલીફોનને નૈરૂત્ય કે વાયવ્યખૂણામાં ન રાખતાં પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવો જોઇએ. બેઠકખંડની દિવાલ અને ટાઇલ્સનો રંગ પીળો, વાદળી અથવા લીલો રાખવો જોઇએ. શક્ય હોય ત્યાં સુધી હોય કાળો કે લાલ રંગ ન રાખવો.
છત પર લગાવેલ ઝૂમર મધ્યમાં ન રાખતાં થોડુ પશ્વિમ દિશા તરફ રાખવું જોઇએ. કારણ કે ઝૂમરનું વજન, ગુરૂત્વાકર્ષણ બળના કારણે બેઠકના મધ્યભાગમાં સ્થિત બ્રહ્મસ્થાન પર પડવાની સંભાવના રહે છે.
બેઠકનુ ફર્નિચર ગોળ, ત્રિકોણ, અંડાકાર, કે ષટ્કોણની તુલનામાં ચોરસ કે લંબચોરસ હોય તો વધારે ફાયદાકારક છે. સ્થાનભાવમાં જો ફર્નિચર ઉત્તર દિશા તરફ રાખવુ પડે તો ફ્લોરિંગને અડાડીને ન રાખવુ. કૂલરને પશ્વિમ દિશા તરફ રાખવુ જોઇએ, અગ્નિ દિશા તરફ નહીં.
બેઠકખંડમાંથી દાદરો નિકળતો હોય તો તેને દક્ષિણ, પશ્વિમ, કે નૈરૂત્યખૂણા માં રાખવો જોઇએ.
ભાવાનુવાદ - કર્નલ કુમાર દુષ્યંત