Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૂજાઘર - મનને શાંતિ આપનારુ સ્થાન

પૂજાઘર - મનને શાંતિ આપનારુ સ્થાન
W.D
આપણુ પોતાનુ ઘર હોવાનું સપનું જ્યારે સાકાર થાય ત્યારે થનારો આનંદ અનેરો હોય છે. જ્યાં ઘર હોય ત્યાં ભગવાનનું મંદિર પણ હોય જ. કારણકે ભગવાનનું ઘર હોય ત્યારે જ તો આપણે પૂજા, આરતી, આરાધના, આપણી શ્રધ્ધા-ભક્તિ વ્યક્ત કરી શકીએ.

ઘરની વિશેષ કરીને સંયુક્ત કુંટુંબમાં દેવઘરનું વિશેષ સ્થાન હોય છે. દરેક સ્ત્રીનું સપનું હોય છે કે તેના ઘરમાં એક નાનકડું સ્થાન ભગવાન માટે પણ હોય. દેવઘર એટલે ઘરની શાંતિ, સમૃધ્ધિના પ્રતિક મનાય છે. વાસ્તુશાસ્ત્રનો આધાર લઈને દેવઘરની યોજના કરવાથી શાસ્ત્રીય અધિષ્ઠાનનો જ લાભ થાય છે. સૌ પ્રથમ દિશા નક્કી કરવી. દેવઘર કે પૂજાઘર ઘરના ઈશાન ખૂણામાં મૂકવું શુભ મનાય છે.

દેવઘરમાં પરમેશ્વરની મૂર્તિ, પૂરબ કે પશ્ચિમ દિશામાં હોય તેનું ધ્યાન રાખવુ. દેવઘરમાં ગણપતિ, શ્રી લક્ષ્મી અને સરસ્વતીની ઉભી મૂર્તિ મૂકવી ટાળવી. નરસિંહ અને દુર્ગા દેવી કે દેવતાની સ્થાપના દક્ષિણકાળમાં કરવી. પૂજાઘરમાં દેવતાને કદી પણ ક્રોધિત મુકવા નહી. આ સાથે સાથે તૂટેલી મૂર્તિ મુકવી નહી. દેવઘરનો દરવાજો એકદમ ઉત્તર કે પૂર્વ દિશામાં મુકવો.

ઘરની ઈમારત એક કરતા વધુ માળની હોય તો પૂજાઘર નીચેના માળે હોય તે વધુ સારુ. પૂજાઘરમાં રંગકામ કરતા સમયે અધિક ધ્યાન આપવું. પૂજાઘર માટે મૂલ્યવાન પત્થર વાપરવામાં આવે છે. પૂજાઘર માટે પીળો કે સફેદ રંગ શુભ સમજવામાં આવે છે. પૂજાઘરમાં ચંપલ મૂકવી નહી. નહી તો કુંટુંબમાં કલેશ, ઝઘડો, વધવાની શક્યતા રહે છે. દેવઘરમાં કોઈપણ પ્રકારની ફાલતું કે ભંગારની વસ્તુઓ મૂકવી નહી. પૂજાઘરની નજીક, ઉપર અથવા નીચે સ્વચ્છતાનું ધ્યાન રાખવું.

Share this Story:

Follow Webdunia gujarati