આજકાલ લોકો પોતાના નવા ઘરનું નિર્માણ કરતાં પહેલા વાસ્તુશાસ્ત્ર પર જરૂર નજર નાંખે છે. એટલે કે નવું ઘર વાસ્તુને અનુરૂપ જ બનાવે છે. કેમકે વાસ્તુશાસ્ત્રને અનુસાર ઘર બનાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિની પ્રાપ્તિ થાય છે.
વાસ્તુને અનુરૂપ ઘરમાં પૂજાનો રૂમ ઈશાન ખુણામાં હોવો જોઈએ. જો આ દિશામાં રસોડુ કે ગેસની બોટલ હશે તો વાસ્તુ દોષ થશે. આને તરત જ હટાવીને પૂજાનું સ્થાન બનાવવું જોઈએ કે પછી આ સ્થાન પર પાણી રાખવું જોઈએ. પૂર્વ દિશામાં બાથરૂમ શુભ રહે છે. પૂજાનું સ્થાન એવી જગ્યાએ રાખો કે જેથી કરીને તમારૂ મુખ પૂર્વ તરફ રહે.
ઘરના મુખ્ય વ્યક્તિનો બેડરૂમ હંમેશા નૈઋત્ય ખુણામાં જ હોવો જોઇએ. બાળકોનો રૂમ વાયવ્યમાં હોવો જોઈએ.
ઘરના મુખ્ય દ્વારની ઉપર ઇષ્ટ દેવી કે દેવતાની મૂર્તિ લગાવવી જોઈએ. જો તમારો મુખ્ય દ્વાર લીફ્ટની સામે હોય તો મેગ્નેટ પર ગોળ કાચ લગાવવો જોઈએ.
ઘરનો મુખ્ય દ્વાર હંમેશા પૂર્વ કે ઉત્તેર તરફ જ રાખો. ઘરનો મુખ્ય દ્વાર અંદરની તરફ ખુલતો હોવો જોઈએ અને બે બારણાવાળો હોવો જોઈએ. મુખ્ય દ્વારની સામે ક્યારેય પણ અરીસો ન રાખો. ઘરમાં એક જ લાઇનમાં ત્રન દરવાજા ક્યારેય પણ ન રાખો.
જો તમારૂ રસોડુ ઇશાન ખુણામાં હોય અને તેને તોડવુ શક્ય ન હોય તો દક્ષિણ દિશા પર પરાવર્તિત કાચ લગાવીને તમે વાસ્તુદોષનું નિવારણ કરી શકો છો. રસોડાના પ્લેટફોર્મ પર ક્યારેય કાળા પથ્થરનો ઉપયોગ ન કરશો. ગેસ હંમેશા પૂર્વ દિશા તરફ રાખો.
ઘરની આજુબાજુ સકારાત્મક ઉર્જા વધારવા માટે તુલસીના છોડ રોપો. આ સિવાય તમે ઔષધિઓના રોપા પણ વાવી
શકો છો. ઘરની આગળ થોડીક ખુલ્લી જગ્યા છોડો.
નૈઋત્ય ખુણામાં ઘરનું ટોયલેટ અને બેડરૂમ તથા સ્ટોર રૂમ હોવો જોઈએ. આ ખુણામાં ઘરનો મુખ્ય દ્વાર ક્યારેય પણ ન રાખશો.